06 March, 2026 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાશિદ ખાનને બદલે હવે ઇબ્રાહિમ ઝદરાન સંભાળશે અફઘાનિસ્તાનના T20 કૅપ્ટનનું પદ
ઑલરાઉન્ડર રાશિદ ખાનને અફઘાનિસ્તાનના T20 કૅપ્ટન પદેથી બરતરફ કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ-સ્ટેજમાંથી બહાર થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાઇસ-કૅપ્ટન ઇબ્રાહિમ ઝદરાનને નવા રેગ્યુલર કૅપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે અને તે શ્રીલંકા સામેની આગામી સિરીઝથી આ જવાબદારી સંભાળશે.
રાશિદ ખાનના નેતૃત્વમાં અફઘાનિસ્તાન ૨૦૧૯થી ૨૦૨૬ દરમ્યાન ૪૮ T20 મૅચમાંથી ૨૬ મૅચ જીત્યું છે અને બાવીસ મૅચ હાર્યું છે. ઇબ્રાહિમ ઝદરાન ૨૦૨૩થી ૨૦૨૫ વચ્ચે ૧૧ T20 મૅચમાં આગેવાની કરી ચૂક્યો છે અને એમાંથી પાંચ મૅચમાં જીત અને ૬ મૅચમાં હાર મળી હતી.