29 May, 2026 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ૪ મૅચ-રેફરી અને ૧૪ અમ્પાયર્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ૧૨ જૂનથી ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં આયોજિત આ ટુર્નામેન્ટનું સંચાલન આ ૧૮ મહિલા અધિકારીઓ કરશે. વિમેન્સ T20 વર્લ્ડ કપમાં સતત ત્રીજી વખત તમામ અધિકારીઓ મહિલાઓ છે.
અગાઉ ૨૦૨૨માં કૉમનવેલ્થ ગેમ્સ અને ૨૦૨૫ના વન-ડે વર્લ્ડ કપમાં પણ ક્રિકેટ ઇવેન્ટનું સંચાલન તમામ મહિલા અધિકારીઓએ કર્યું હતું. ૧૮ સભ્યોની આ પૅનલમાં ૪ સભ્યો ભારતીય છે. જી. એસ. લક્ષ્મી મૅચ-રેફરીની જ્યારે ગાયત્રી વેણુગોપાલન, વૃંદા રાઠી અને જનાની એન. અમ્પાયર્સની ભૂમિકા ભજવશે.
આજે સિંગાપોર ઓપનમાં ૬ શટલર્સ ક્વૉર્ટર ફાઇનલના જંગમાં ઊતરશે
સિંગાપોર ઓપન બૅડ્મિન્ટન ટુર્નામેન્ટની વિમેન્સ ડબલ્સ સિવાયની તમામ કૅટેગરીમાં ભારતીય ખેલાડીઓએ ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી મારી છે. મેન્સ સિંગલ્સમાં એચ. એસ. પ્રણોય, મિક્સ્ડ વિમેન્સ ડબલ્સમાં આયુષ શેટ્ટી-ઉન્નતિ હુડા અને વિમેન્સ ડબલ્સમાં કવિપ્રિયા સેલ્વમ-સિમરન સિંઘી શરૂઆતના રાઉન્ડમાંથી જ આઉટ થઈ ગયાં હતાં.
આજે વિમેન્સ સિંગલ્સમાં પી. વી. સિંધુ, મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન, મેન્સ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી-ચિરાગ શેટ્ટી અને મિક્સ્ડ ડબલ્સમાં ધ્રુવ કપિલા-તનિષા ક્રાસ્ટો ભારતીય અભિયાનને આગળ વધારવાનો પ્રયાસ કરશે.