17 May, 2025 06:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
WTC ફાઇનલ
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) 2025ની જૂનમાં આયોજિત ફાઇનલ મૅચ પહેલાં ICCએ રેકૉર્ડ પ્રાઇઝ મનીની જાહેરાત કરી દીધી છે. WTC 2023-25ની સીઝન માટે કુલ ૫.૭૬ મિલ્યન (૪૯.૨૭ કરોડ રૂપિયા)ની ઇનામી રકમ જાહેર કરવામાં આવી છે જે આ પહેલાંની બે સીઝનની ૩.૮ મિલ્યન (ઑલમોસ્ટ ૩૧.૪૧ કરોડ)ની પ્રાઇસ મનીની સરખામણીમાં રેકૉર્ડ વધારો થયો છે.
ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની બે ફાઇનલિસ્ટ ટીમમાં જે ટીમ વિજેતા બનશે એને ૩.૬ મિલ્યન (૩૦.૮૦ કરોડ રૂપિયા) અને હારનારી ટીમને ૨.૧૬ મિલ્યન (૧૮.૪૭ કરોડ રૂપિયા)ની રકમ મળશે. પહેલી બન્ને સીઝનમાં વિજેતાને ઑલમોસ્ટ ૧૩.૩૨ કરોડ અને રનર-અપને લગભર ૬.૫ કરોડ રૂપિયા મળ્યા હતા. આ સીઝનમાં ત્રીજા ક્રમે રહેલી ભારતીય ટીમ (૧૨.૩૨ કરોડ રૂપિયા) સહિત અન્ય ટીમોને પણ કરોડો રૂપિયા મળશે. અન્ય ટીમોને મળતી રકમમાં પણ વધારો જોવા મળ્યો છે.
કઈ ટીમને મળશે કેટલી રકમ? |
|
પોઝિશન (ટીમ) |
પ્રાઇઝ મની |
વિજેતા |
૩૦.૮૦ |
રનર-અપ |
૧૮.૪૭ |
ત્રીજું (ભારત) |
૧૨.૩૨ |
ચોથું (ન્યુ ઝીલૅન્ડ) |
૧૦.૨૬ |
પાંચમું (ઇંગ્લૅન્ડ) |
૮.૨૧ |
છઠ્ઠું (શ્રીલંકા) |
૭.૧૮ |
સાતમું (બંગલાદેશ) |
૬.૧૫ |
આઠમું (વેસ્ટ ઇન્ડીઝ) |
૫.૧૨ |
નવમું (પાકિસ્તાન) |
૪.૧૦ |