12 વર્ષે જીતેલી ICC ચેમ્પિયન્સ ટ્રૉફી ટેબલ પર જ ભૂલી ગયો રોહિત શર્મા? જુઓ વીડિયો

11 March, 2025 06:59 AM IST  |  Dubai | Gujarati Mid-day Online Correspondent

ICC Champions Trophy 2025: મૅચ પછીની પ્રેસ કોન્ફરન્સ બાદ રોહિત શર્મા જીતેલી ICC ચેમ્પિયન્સ ટ્રૉફી ટેબલ પર જ ભૂલી ગયો હતો. આ ક્ષણ કૅમેરામાં કેદ થઈ હતી અને આ વીડિયોને જોઈને લોકો તેના પર જુદા જુદા રીએક્શન આપી રહ્યા છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

દુબઈમાં ગઈ કાલે ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ વખત ICC ચેમ્પિયન્સ ટ્રૉફી જીતનાર પ્રથમ ટીમ બની છે. ભારતે ફાઇનલમાં ન્યુઝીલૅન્ડને હરાવીને ટાઇટલ જીત્યું. તે બાદ ટુર્નામેન્ટની ટ્રૉફી સાથે ભારતના સુકાની રોહિત શર્માએ એક પ્રેસ કોન્સફરન્સ યોજી હતી. જોકે આ વખતે એક એવી ઘટના બની હતી કે રોહિત શર્મા ફરી એક વખત તેની ભૂલવાની ટેવને લીધે ચર્ચામાં આવ્યો છે. રોહિત શર્માની આ ક્ષણ ખરેખર ખૂબ જ રમૂજી બની ગઈ હતી.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતનો દબદબો એટલો હતો કે તેમણે એક પણ મૅચ હાર્યા વિના ટ્રૉફી જીતી લીધી. ભારતે લીગ સ્ટેજમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, ન્યુઝીલૅન્ડને હરાવીને સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું. આ દરમિયાન, ભારતની ચેમ્પિયન્સ ટ્રૉફી જીત પછી રોહિત શર્માનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મૅચ પછીની પ્રેસ કોન્ફરન્સ બાદ રોહિત શર્મા જીતેલી ICC ચેમ્પિયન્સ ટ્રૉફી ટેબલ પર જ ભૂલી ગયો હતો. આ ક્ષણ કૅમેરામાં કેદ થઈ હતી અને આ વીડિયોને જોઈને લોકો તેના પર જુદા જુદા રીએક્શન આપી રહ્યા છે. 

ભારતીય ટીમે ICC 50 ઓવર ટાઇટલ મેળવવા માટે 12 વર્ષ રાહ જોઈ છે. ટીમ ઘણી વખત નજીક આવ્યા, 2015 અને 2019 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં, 2017 ICC ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં અને 2023 ODI વર્લ્ડ કપમાં પહોંચ્યા પરંતુ ટીમ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી હતી. જોકે, 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફીમાં જીતીની તેમણે દરેક ભારતીયોને ઉજવણીનો મોકો આપ્યો.

આ દરમિયાન, ભારતની ચેમ્પિયન્સ ટ્રૉફી જીત પછી રોહિત શર્માનો એક રમુજી વીડિયોએ લોકોનું ધ્યા ખેંચ્યું છે. મૅચ પછીની પ્રેસ કોન્ફરન્સનો આ વીડિયોમાં રોહિત શર્માને ICC ચેમ્પિયન્સ ટ્રૉફી ભૂલી ગય, એવું લાગી રહ્યું છે.

દરમિયાન, એવી અટકળો ચાલી રહી હતી કે રોહિત શર્મા ICC ચેમ્પિયન્સ ટ્રૉફી પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે, પરંતુ ભારતીય કૅપ્ટને બધી અફવાઓ પર પૂર્ણવિરામ લગાવ્યો. "હું આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી, ફક્ત ખાતરી કરવા માટે કે આગળ કોઈ અફવાઓ ન ફેલાય," રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું.

રોહિત શર્માએ ટુર્નામેન્ટ અપરાજિત જીતનાર ટીમના વખાણ કર્યા. "ચાલો જોઈએ. ટીમ માટે બે ICC ટ્રૉફી જીતવી અને અપરાજિત રહેવું એ એક મહાન ટીમ સિદ્ધિ છે. મેં બહુ ઓછી ટીમો જોઈ છે જેમણે બે ટુર્નામેન્ટ અપરાજિત જીતી હોય. અમારા માટે, સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ હતી કે અમે અહીં આવ્યા અને તૈયારી કરી અને વિરોધી ટીમ સામે રમ્યા. અમે પરિસ્થિતિઓનો સારી રીતે ઉપયોગ કર્યો અને જીત્યા. ભવિષ્યની યોજના... ભવિષ્યની કોઈ યોજના નથી, જે કંઈ થઈ રહ્યું છે તે થતું રહેશે."

champions trophy rohit sharma indian cricket team cricket news dubai sports news viral videos