વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની શાનદાર સફળતા બાદ ICCએ મહિલાઓ માટે ઇમર્જિંગ નેશન્સ ટ્રોફી લૉન્ચ કરી

16 November, 2025 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ દેશોની ટીમોને ઉચ્ચ પ્રદર્શનની તકો પૂરી પાડવા આ ટુર્નામેન્ટ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં વિમેન્સ વર્લ્ડ કપની શાનદાર સફળતા બાદ ICCએ શનિવારે વિશ્વભરમાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા અને વિસ્તરણ કરવા માટે આઠ ટીમની નવી વૈશ્વિક ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. ICC વિમેન્સ ઇમર્જિંગ નેશન્સ ટ્રોફી નામની આ ટુર્નામેન્ટની પહેલી સીઝન ૨૦થી ૩૦ નવેમ્બર દરમ્યાન થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં થાઇલૅન્ડ, નેધરલૅન્ડ્સ, પપુઆ ન્યુ ગિની, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, સ્કૉટલૅન્ડ, નામિબિયા, ટાન્ઝાનિયા અને યુગાન્ડા જેવી ક્રિકેટ-ટીમો રમશે. આ દેશોની ટીમોને ઉચ્ચ પ્રદર્શનની તકો પૂરી પાડવા આ ટુર્નામેન્ટ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

sports news sports international cricket council indian womens cricket team cricket news