ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ માટે એશિયા કપ જેવો લુક ફરી કરાવ્યો

07 February, 2026 08:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોલ્ડ સોનેરી હેરસ્ટાઇલ સાથેનો ફોટો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં પોતાનો લુક શૅર કર્યો હતો. બોલ્ડ સોનેરી હેરસ્ટાઇલ સાથેનો ફોટો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. આવો જ લુક તેણે T20 એશિયા કપ 2025માં પણ કરાવ્યો હતો. ૩૨ વર્ષનો આ ક્રિકેટર બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ આ ત્રણેય વિભાગમાં ભારત માટે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતો જોવા મળશે. 

hardik pandya fashion t20 world cup t20 international india indian cricket team team india cricket news sports sports news