T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મૂળના ૪૦ પ્લેયર્સ વિદેશી ટીમો માટે રમશે

04 February, 2026 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં ૯, ઓમાન અને યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં ૭-૭ પ્લેયર્સ ભારતીય મૂળના છે

સાઉથ આફ્રિકાનો કેશવ મહારાજ

ભારત અને શ્રીલંકામાં આયોજિત મેન્સ T20 વર્લ્ડ કપ 2026ને લઈને રસપ્રદ માહિતી સામે આવી છે. વર્લ્ડ કપ રમવા આવેલી વિદેશી ટીમોમાં ૪૦ ભારતીય મૂળના પ્લેયર્સ પણ છે. અહેવાલો અનુસાર કૅનેડામાં સૌથી વધુ ૧૧ ભારતીય મૂળના પ્લેયર્સ છે. ત્યાર બાદ અમેરિકામાં ૯, ઓમાન અને યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં ૭-૭ પ્લેયર્સ ભારતીય મૂળના છે. ન્યુ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, ઇટલી, નેધરલૅન્ડ્સમાં પણ છૂટાછવાયા ભારતીય મૂળના પ્લેયર્સ છે.

આ ભારતીય મૂળના ક્રિકેટર્સમાંથી સાઉથ આફ્રિકાનો કેશવ મહારાજ, ન્યુ ઝીલૅન્ડના રચિન રવીન્દ્ર અને ઈશ સોઢી, ઓમાનનો જતિન્દર સિંહ, અમેરિકાનો મોનાંક પટેલ, સૌરભ નેત્રાવલકર એ જાણીતા ચહેરાઓ છે. આમાંથી કેટલાક પ્લેયર્સ ભારતની અન્ડર-19 ટીમ માટે પણ રમી ચૂક્યા છે. 

t20 world cup india sri lanka cricket news sports sports news