T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાંથી હર્ષિત રાણા આઉટ, રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે મોહમ્મદ સિરાજ સામેલ

07 February, 2026 09:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૉર્મ-અપ મૅચ દરમ્યાન ઘૂંટણમાં ઇન્જરી થઈ હોવાથી હર્ષિત રાણા ટુર્નામેન્ટ માટે અનફિટ

હર્ષિત રાણા

મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડમાં મોટો ફેરફાર થયો છે. ક્રિકેટ બોર્ડે ગઈ કાલે પેસ બોલર હર્ષિત રાણાના સ્થાને મોહમ્મદ સિરાજને વર્લ્ડ કપ સ્ક્વૉડમાં સામેલ કરવાની જાહેરાત કરી છે.

૨૪ વર્ષના હર્ષિત રાણાને નવી મુંબઈમાં સાઉથ આફ્રિકા સામેની વૉર્મ-અપ મૅચ દરમ્યાન ઘૂંટણમાં ઇન્જરી થઈ હોવાથી તે ટુર્નામેન્ટ માટે અનફિટ બન્યો છે. ૨૦૨૪ની T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમનો સભ્ય ૩૧ વર્ષનો મોહમ્મદ સિરાજ વર્લ્ડ કપ સ્ક્વૉડમાં સામેલ થતાં ટીમ ઇન્ડિયાની બોલિંગ-સાઇડ વધુ મજબૂત બની છે.

harshit rana mohammed siraj t20 world cup india indian cricket team team india cricket news sports sports news