મેન્સ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યુલ આજે જાહેર થશે

25 November, 2025 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહેવાલ અનુસાર ૭ ફેબ્રુઆરીથી ૮ માર્ચ વચ્ચે આ ટુર્નામેન્ટ રમાશે

ફાઇલ તસવીર

ભારત અને શ્રીલંકામાં આયોજિત મેન્સ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યુલ આજે જાહેર કરવામાં આવશે. સ્ટાર સ્પોર્ટ્‌સે આપેલી અપડેટ અનુસાર ૨૦ ટીમો વચ્ચેની આ ટુર્નામેન્ટનું આખું શેડ્યુલ આજે સાંજે ૬.૩૦ વાગ્યાથી જાહેર કરવામાં આવશે. આ શોમાં ભારતના કૅપ્ટન રોહિત શર્મા, સ્ટાર બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવ, મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌર અને શ્રીલંકન ક્રિકેટર ઍન્જેલો મૅથ્યુઝ ભાગ લેશે.

અહેવાલ અનુસાર ૭ ફેબ્રુઆરીથી ૮ માર્ચ વચ્ચે આ ટુર્નામેન્ટ રમાશે. ભારતના પાંચ શહેર અમદાવાદ, દિલ્હી, કલકત્તા, ચેન્નઈ અને મુંબઈ ઉપરાંત શ્રીલંકાનાં ૩ વેન્યુ વર્લ્ડ કપ માટે શૉર્ટલિસ્ટ થયાં હોવાના રિપોર્ટ મળ્યા છે.

t20 world cup international cricket council cricket news sports sports news