T20 રૅન્કિંગ્સમાં શફાલી વર્માને ફાયદો, દીપ્તિ શર્માને નુકસાન

16 July, 2025 09:23 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

પ્રદર્શનના આધારે તેણે ૬૫૫ રેટિંગ પૉઇન્ટ સાથે ચાર સ્થાનના ફાયદા સાથે નવમા ક્રમે પહોંચીને ટૉપ-ટેનમાં એન્ટ્રી કરી છે.

શફાલી વર્મા, દીપ્તિ શર્મા

ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝમાં ભારતીય મહિલા ઓપનર શફાલી વર્માએ ૧૭૬ રન ફટકાર્યા હતા. આ પ્રદર્શનના આધારે તેણે ૬૫૫ રેટિંગ પૉઇન્ટ સાથે ચાર સ્થાનના ફાયદા સાથે નવમા ક્રમે પહોંચીને ટૉપ-ટેનમાં એન્ટ્રી કરી છે. અન્ય ઓપનર સ્મૃતિ માન્ધનાએ ૭૬૭ રેટિંગ પૉઇન્ટ સાથે ત્રીજો ક્રમ જાળવી રાખ્યો છે. અનુભવી ઑફ સ્પિનર દીપ્તિ શર્મા (૭૩૨ રેટિંગ પૉઇન્ટ)એ બોલરોના રૅન્કિંગ્સમાં એક સ્થાન ગુમાવ્યું છે અને ત્રીજા સ્થાને સરકી ગઈ છે. સ્પિનર રાધા યાદવ (૬૮૬) ત્રણ સ્થાનના સુધારા સાથે રૅન્કિંગ્સમાં ૧૫મા સ્થાને પહોંચી છે.

india england t20 international cricket council cricket news indian cricket team indian womens cricket team sports news sports