હાર્દિકની ઈજા ગંભીર નથી

27 October, 2021 03:26 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગે ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં ઑલરાઉન્ડર રમશે

હાર્દિક પંડ્યા

પાકિસ્તાનની મૅચ દરમ્યાન ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ખભા પર થયેલી ઈજા ગંભીર ન હોવાનું તપાસ કર્યા બાદ જણાયું હતું. ટીમ મૅનેજેમન્ટે જોકે આ બાબતે કોઈ ઉતાવળ કરવા નથી માગતું, પણ ભારતીય ટીમ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં તે મોટા ભાગે રમશે.

પાકિસ્તાન સામે હાર્દિકે બોલિંગ નહોતી કરી અને ફક્ત બૅટિંગ કરી હતી તથા ૮ બૉલમાં ૧૧ રન બનાવી શક્યો હતો.

આ બાબતે ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘હા, હાર્દિકનો સ્કૅન-રિપોર્ટ આવી ગયો છે અને તેની ઈજા સિરિયસ નથી. બીજું, ભારતની બીજી મૅચ પહેલાં ૬ દિવસનો ગૅપ હોવાથી તેને સંપૂર્ણપણે ફિટ થવા માટે પૂરતો સમય મળી રહેશે. જોકે અમારી મેડિકલ ટીમ ટ્રેઇનિંગ દરમ્યાન હાર્દિકની ઇન્જરી પર નજર રાખી રહી છે.’

બોલિંગ ન કરવાનો હોવા છતાં હાર્દિકને ટીમમાં સામેલ કરવા બદલ ભારતીય ટીમની ભારે ટીકા થઈ રહી છે અને તેના સ્થાને ઈશાન કિશનનો સમાવેશ કરવાની પણ માગણી થઈ રહી છે.

sports sports news cricket news india hardik pandya wt20 world t20