વેસ્ટ ઇન્ડીઝ પંચાવનમાં ખખડ્યું : ઇંગ્લૅન્ડ માંડ-માંડ જીત્યું

24 October, 2021 02:42 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડે ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને ૭૦ બૉલ બાકી રાખીને ૬ વિકેટે હરાવીને ૨૦૧૬ની ફાઇનલનો બદલો લઈને વિજયી શ્રીગણેશ કર્યા હતા

આદિલ રાશિદ

ટી૨૦ વર્લ્ડ કપમાં ગઈ કાલે બીજી મૅચમાં દુબઈમાં ઇંગ્લૅન્ડે ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને ૭૦ બૉલ બાકી રાખીને ૬ વિકેટે હરાવીને ૨૦૧૬ની ફાઇનલનો બદલો લઈને વિજયી શ્રીગણેશ કર્યા હતા. કૅરિબિયનોને બૅટિંગ આપ્યા બાદ ફક્ત પંચાવન રનમાં આઉટ કરીને ઇંગ્લૅન્ડે ૪ વિકેટ ગુમાવી મહામહેનતે (આસાન જીતને મુશ્કેલ બનાવી) ૫૬ રન બનાવી લીધા હતા. જૉસ બટલર ૨૪ રને અણનમ રહ્યો હતો. અૅથ્લીટ જેવા કૅરેબિયન સ્પિનર હોસૈને પોતાની જ બોલિંગમાં બે અફલાતૂન કૅચ પકડ્યા હતા. અે પહેલાં, વેસ્ટ ઇન્ડીઝનો દેખાવ ઓમાન અને પપુઆ ન્યુ ગિની જેવા ક્વૉલિફાઇંગના દેશોને પણ સારા કહેવડાવે અેવો હતો. અેનો ધબડકો ખાસ કરીને સ્પિનર આદિલ રાશિદ (૨.૨-૦-૨-૪)ને લીધે થયો હતો. મોઇન, ટાઇમલ મિલ્સને બે-બે વિકેટ મળી હતી. ગેઇલ (૧૩)ને બાદ કરતાં બીજો કોઈ બૅટર ડબલ ડિજિટમાં નહોતો પહોંચ્યો. ખુદ કૅપ્ટન પોલાર્ડ ૬ રન બનાવી શક્યો હતો. ૮ બૅટર્સ કૅચઆઉટ અને બે ક્લીન બોલ્ડ થયા હતા.

sports sports news cricket news