26 November, 2026 07:35 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ
UAEમાં આયોજિત ICC વિમેન્સ ઇમર્જિંગ નેશન્સ ટ્રોફીની બીજી સીઝનમાં શ્રીલંકાની ટીમ વિજેતા બની હતી. ગઈ કાલે ફાઇનલમાં આયરલૅન્ડ ૧૯.૩ ઓવરમાં ૯૬ રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું. જવાબમાં શ્રીલંકાએ ૧૨.૪ ઓવરમાં ૯૯-૪ના સ્કોર સાથે જીત મેળવી હતી. ૨૦૨૫ની પહેલી સીઝનમાં થાઇલૅન્ડની ટીમ વિજેતા બની હતી.
૧૨ ટીમો વચ્ચે ગ્રુપ-સ્ટેજ, સુપર સિક્સ રાઉન્ડ અને ફાઇનલ સહિત આઠેય મૅચમાં શ્રીલંકાની યુવા ટીમ અજેય રહી હતી. સુપર સિક્સમાં સામેલ સ્કૉટલૅન્ડ, પાકિસ્તાન, નેધરલૅન્ડ્સ, ઝિમ્બાબ્વેની ટીમ ટૉપ ટૂમાં સ્થાન મેળવી શકી નહોતી.