19 June, 2026 09:44 AM IST | Southampton | Gujarati Mid-day Correspondent
ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન મેલી કેર, આયરલૅન્ડની કૅપ્ટન ગૅબી લુઇસ
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની તેરમી મૅચ આજે ભારતીય સમય અનુસારે રાત્રે ૧૧ વાગ્યે શરૂ થશે. સાઉધમ્પ્ટનમાં આજે ગ્રુપ Bની ટીમો ન્યુ ઝીલૅન્ડ અને આયરલૅન્ડ પોતાની પહેલી જીત મેળવવાનો પ્રયાસ કરશે.
આ વર્લ્ડ કપની પહેલી બે મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડને વેસ્ટ ઇન્ડીઝ સામે ૭ વિકેટે અને શ્રીલંકા સામે પાંચ વિકેટે હાર મળી હતી. આયરલૅન્ડ ૪૦ રને સ્કૉટલૅન્ડ સામે અને ૪ વિકેટે યજમાન ઇંગ્લૅન્ડ સામે હાર્યું હતું.
ન્યુ ઝીલૅન્ડ અને આયરલૅન્ડ વચ્ચે વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ વચ્ચે ૪ T20 મૅચ રમાઈ છે અને ચારેયમાં ન્યુ ઝીલૅન્ડની જીત થઈ છે. ચારમાંથી ત્રણ ટક્કર ૨૦૧૪, ૨૦૧૬ અને ૨૦૧૮ના વર્લ્ડ કપ દરમ્યાન થઈ હતી.