04 December, 2025 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી
ભારતના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ટેસ્ટ-ક્રિકેટમાં ભારતના ઝડપી પતનનું મૂલ્યાંકન કરતાં આકરા પ્રહાર કર્યા હતા. ગુવાહાટીમાં શું થયું એવો સવાલ કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘કેટલી ઝડપથી ભારતે વિકેટ ગુમાવી દીધી હતી. આ ટીમ એટલી ખરાબ નથી. તેમની પાસે ઘણી પ્રતિભા છે એથી ખેલાડીઓએ પણ જવાબદારી લેવી જોઈએ. તમે બાળપણથી જ સ્પિન રમ્યા છો.’
ગૌતમ ગંભીર વિશે વાત કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘હું તેને બચાવી નથી રહ્યો. ગંભીર પણ ૧૦૦ ટકા જવાબદાર છે. હું કોચ હોત તો પહેલાં ૧૦૦ ટકા હારની જવાબદારી સ્વીકારી લીધી હોત અને પછી ડ્રેસિંગ રૂમમાં મીટિંગ દરમ્યાન પ્લેયર્સને બરાબરના પાઠ ભણાવ્યા હોત. જો રિઝલ્ટ સારાં નહીં હોય તો તમને હટાવવામાં આવી શકે છે. એટલે ધૈર્ય રાખો, કમ્યુનિકેશન અને મૅન-મૅનેજમેન્ટ તમારું સૌથી મોટું હથિયાર છે. ત્યારે જ તમે પ્લેયર્સને જીતવા માટે પ્રેરિત કરી શકો છો.’