શ્રીલંકામાં ત્રીજા દિવસે ઇન્ડિયા A ટીમે ૫૪૧ રન ઝૂડ્યા

05 July, 2026 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી ઇનિંગ્સમાં ૩૬૬ રન કરનાર શ્રીલંકા સામે ત્રીજા દિવસના અંતે ૧૪૨ ઓવરમાં ઇન્ડિયા A ટીમે ૮ વિકેટ ગુમાવીને ૫૪૧ રન ઝૂડ્યા હતા

સાઈ સુદર્શને ૨૬૭ બૉલમાં ૨૨ ફોરની મદદથી ૧૬૮ રન કર્યા.

શ્રીલંકા A સામેની બીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે ઇન્ડિયા A ટીમે ૧૭૫ રનની લીડ મેળવી હતી. પહેલી ઇનિંગ્સમાં ૩૬૬ રન કરનાર શ્રીલંકા સામે ત્રીજા દિવસના અંતે ૧૪૨ ઓવરમાં ઇન્ડિયા A ટીમે ૮ વિકેટ ગુમાવીને ૫૪૧ રન ઝૂડ્યા હતા. ત્રીજા દિવસે ભારતીય ટીમે ૬૪મી ઓવરમાં ૨૪૭-૧ના સ્કોર સાથે પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. ઓપનર સાઈ સુદર્શને ૨૬૭ બૉલમાં ૨૨ ફોરની મદદથી ૧૬૮ રન કર્યા હતા. ત્રીજા ક્રમે રમનાર દેવદત્ત પડિક્કલ ૧૫૨ બૉલમાં ૧૧ ફોરની મદદથી ૯૪ રન કરીને સદી ચૂકી ગયો હતો. કૅપ્ટન ધ્રુવ જુરેલે ૮૮ બૉલમાં ૫૩ રન,  શૈખ રશીદે ૫૧ બૉલમાં ૪૫ રન અને આકિબ નબીએ ૬૫ બૉલમાં ૩૦ રનનું યોગદાન આપ્યું હતું. સારાંશ જૈન ૧૩૭ બૉલમાં ૬૮ રન કરીને રમી રહ્યો છે. 

sports news sports cricket news sri lanka indian cricket team test cricket sai sudharsan