03 October, 2024 01:06 PM IST | kanpur | Gujarati Mid-day Correspondent
બેન સ્ટોક્સ
બાવીસ વર્ષના યશસ્વી જાયસવાલના કીર્તિમાનનું લિસ્ટ દિવસે-દિવસે આગળ વધી રહ્યું છે. બંગલાદેશ ટેસ્ટ-સિરીઝમાં તેણે ત્રણ સિક્સર ફટકારીને કેટલાક દિગ્ગજોને પાછળ છોડી દીધા હતા. તે ૨૦૨૪માં ત્રણેય ફૉર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે કૅપ્ટન રોહિત શર્મા (૪૧ સિક્સર)ને પાછળ છોડી દીધો છે. ઓવરઑલ લિસ્ટમાં યશસ્વી હૉન્ગકૉન્ગના બાબર હયાત (૫૦ સિક્સર) અને ઑસ્ટ્રેલિયાના ટ્રૅવિસ હેડ (૪૮ સિક્સર) બાદ ત્રીજા સ્થાને છે.
IND vs BAN: તેણે ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સને બે રેકૉર્ડમાં પછાડી દીધો છે. યશસ્વી એક વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ક્રિકેટર બની ગયો છે. તેણે WTC ૨૦૨૩-’૨૫માં સૌથી વધુ ૩૨ સિક્સર ફટકારી છે. WTC ૨૦૧૯-’૨૧માં ૩૧ સિક્સર અને ૨૦૨૧-’૨૩માં ૨૮ સિક્સર સાથે બેન સ્ટોક્સ આ લિસ્ટમાં ટૉપ પર હતો. એક વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ-સિક્સર ફટકારવાના મામલે યશસ્વીએ ૨૦૨૨ના ૨૬ સિક્સરના રેકૉર્ડને પાછળ છોડી દીધો છે. જોકે ૨૦૨૪માં હમણાં સુધી ૨૯ ટેસ્ટ-સિક્સર ફટકારનાર યશસ્વી ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મૅક્લમના ૩૩ સિક્સરના રેકૉર્ડને તોડવાથી હજી પાંચ સિક્સર દૂર છે.