રિષભ પંતના હાથમાંથી બૅટ કેમ છટકી જાય છે? ક્રિકેટરે આપ્યો ફની જવાબ, જુઓ વીડિયો

11 July, 2025 06:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇૅંગ્લૅન્ડ સામેની નિર્ણાયક ત્રીજી ટૅસ્ટ પહેલા, 27 વર્ષીય ખેલાડીએ ફક્ત એટલું જ કહ્યું કે `મારી સાથે પણ આવું થાય છે, યાર`. ટીમ ઇન્ડિયાની એજબેસ્ટન ખાતેની બીજી ટૅસ્ટની બીજી ઇનિંગમાં પંતનું બૅટ બે વાર તેની પકડમાંથી છૂટી ગયું.

રિષભ પંતના હાથેથી બૅટ છૂટી ગઈ

ટીમ ઇન્ડિયાના વિકેટ કીપર બૅટર રિષભ પંતે ઇૅંગ્લૅન્ડ સામે ચાલી રહેલી ટૅસ્ટ સિરીઝ દરમિયાન તેની સાથે બનેલી એક રમૂજી ઘટના પર ખુલાસો કર્યો છે. શૉટ મારતી વખતે પંતૅ હાથમાંથી બૅટ છૂટી જવા પર તેણે હવે કારણ જણાવ્યું છે. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇૅંગ્લૅન્ડ સામેની નિર્ણાયક ત્રીજી ટૅસ્ટ પહેલા, 27 વર્ષીય ખેલાડીએ ફક્ત એટલું જ કહ્યું કે `મારી સાથે પણ આવું થાય છે, યાર`. ટીમ ઇન્ડિયાની એજબેસ્ટન ખાતેની બીજી ટૅસ્ટની બીજી ઇનિંગમાં પંતનું બૅટ બે વાર તેની પકડમાંથી છૂટી ગયું. પહેલી ઘટના જમણા હાથના સીમર બૉલર જૉશ ટંગની બૉલિંગમાં બની જ્યારે પંતે સ્લૉગ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો અને બૅટ બૉલને ફટકાર્યા વિના સ્ક્વૅર લેગ તરફ ઊડીને પડી. બીજી ઘટના શોએબ બશીર સામે બની જ્યારે પંત વિકેટ નીચે આવ્યો અને આખરે લોન્ગ-ઑન માટે હોલ આઉટ થયો.

ત્રીજી ટૅસ્ટ પહેલા સ્કાય સ્પોર્ટ્સ માટે દિનેશ કાર્તિકે પંતનો ઇન્ટરવ્યૂ લીધો હતો, ત્યારે પંતે ભૂતપૂર્વ ક્રિકેટરને કહ્યું "વ્યક્તિગત રીતે, મારા માટે, હું મારા બૅટને ફેંકી દેવા વિશે વિચારતો નથી. તે જ સમયે, જ્યારે હું આ ક્ષણમાં હોઉં છું, ત્યારે તે ફક્ત મારી સાથે જ થાય છે. ક્ષણો બને છે, બધું જ બને છે, હું તેને કેવી રીતે થવા દેવા કરતાં તે કેવી રીતે થઈ રહ્યું છે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતો નથી. રિષભ પંત ઇૅંગ્લૅન્ડના પેસર જોફ્રા આર્ચરનો સામનો કરવા માટે ઉત્સુક છે. તેણે કહ્યું “હું ખુશ છું કે તે પાછો ફર્યો છે."

મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક અંગ્રેજી પત્રકાર દ્વારા કમબૅક કરતા જોફ્રા આર્ચર સાથેની તેની ગેમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, પંતે જવાબ આપ્યો કે તે જમણા હાથના સ્પીડસ્ટર સામે કંઈ અલગ નહીં કરે. સાઉથપૉએ કહ્યું "વ્યક્તિગત રીતે, જ્યારે પણ હું મેદાન પર ઉતરું છું, ત્યારે હું મારા ક્રિકેટનો આનંદ માણું છું અને મારું 100 ટકા આપવાનો પ્રયાસ કરું છું. તે ખાસ કરીને કોઈ વ્યક્તિ વિશે નથી. હા, તે એક સારી સ્પર્ધા હશે, કારણ કે તે લાંબા વિરામ પછી પણ આવી રહ્યો છે. પરંતુ હા, હું ખુશ છું કે તે પાછો ફર્યો છે." ઇંગ્લૅન્ડની પ્લેઇંગ ઇલેવનમાં જૉશ ટંગનું સ્થાન લેનાર આર્ચર 2021 પછી તેની પહેલી ટૅસ્ટ રમશે.

ઇૅંગ્લૅન્ડ અને ભારત વચ્ચેની ત્રીજી ટૅસ્ટ

ઇૅંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા સેશનના અંત સુધી અંગ્રેજોએ 25 ઓવરમાં 83 રને બે વિકેટ ગુમાવી છે. ભારતના નીતિશ કુમાર રેડ્ડીએ બન્ને વિકેટ લીધી છે. ભારત અને ઇૅંગ્લૅન્ડ બન્ને એક-એક મૅચ જીત્યું છે.

Rishabh Pant england indian cricket team viral videos test cricket cricket news sports sports news