કેમ રદ કરવામાં આવી મેનચેસ્ટર ટેસ્ટ મેચ? BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો

13 September, 2021 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મેચના રદ થવા પાછળ અનેક પ્રકારની દલીલો આપવામાં આવી રહી છે. અંગ્રેજી મીડિયા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) લંડનમાં રવિ શાસ્ત્રીના બુક લૉન્ચ સમારોહને જવાબદાર માને છે. પણ શાસ્ત્રીએ આ મામલે રવિવારે પોતાનું મૌન તોડતા આ વાત નકારી હતી.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેન્ચેસ્ટરમાં રમાતી પાંચમી ટેસ્ટ મેચ રદ કરી દેવામાં આવી છે. મેચના રદ થવા પાછળ અનેક પ્રકારની દલીલો આપવામાં આવી રહી છે. અંગ્રેજી મીડિયા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) લંડનમાં રવિ શાસ્ત્રીના બુક લૉન્ચ સમારોહને જવાબદાર માને છે. પણ શાસ્ત્રીએ આ મામલે રવિવારે પોતાનું મૌન તોડતા આ વાત નકારી હતી.

શાસ્ત્રીએ કહ્યું, "સંપૂર્ણ યૂકે (United Kingdom) ઓપન છે, ત્યાં કોઇ પ્રતિબંધ નથી. પહેલા ટેસ્ટથી કંઇપણ થઈ શકતું હતું." આ દરમિયાન BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ નિવેદન આપ્યું છે. ગાંગુલીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રદ થયેલી પાંચમી ટેસ્ટ મેચ રદ થવા પાછળનું કારણ જણાવ્યું છે.

ગાંગુલીએ `ધ ટેલીગ્રાફ` સાથે વાતચીતમાં સ્વીકાર કર્યો છે કે ભારતીય ટીમના ખેલાડીઓએ મેચ રમવાની ના પાડી દીધી હતી અને આ કારણે સીરીઝના પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી.

સૌરવ ગાંગુલીએ કહ્યું, "ખેલાડીઓએ રમવાની ના પાડી દીધી હતી, પણ તમે તેને દોષ ન આપી શકો. ફિઝિયો યોગેશ પરમાર ખેલાડીઓના સંપર્કમાં હતા. નિતિન પટેલના આઇસોલેશમાં ગયા પછી તે એક જ ફિઝિયો બચ્યા હતા. યોગેશ ખેલાડીઓની મસાજ કરતો હતો, જે તેમના રોજિંદા જીવનનો ભાગ હતો. ખેલાડીઓને ખબર પડી કે યોગેશને કોરોના થયો છે તો તે ઘભરાઇ ગયા હતા. તેમને ડર હતો કે તે પણ સંક્રમિત ન થઈ ડાય. બબલમાં રહેવું સરળ નથી. તમારે તેમની (ખેલાડીઓની) ભાવનાઓનું સન્માન કરવું જોઇએ."

`મેચ રદ થવાથી ઇસીબીને થયું ઘણું નુકસાન`
સૌરવ ગાંગુલીએ આગળ જમાવ્યું કે ટેસ્ટ મેચ રદ થવાથી ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બૉર્ડ (ECB)ને ઘણું નુકસાન થયું છે. વસ્તુઓ શાંત થયા બાદ નિર્ણય લઈ શકાશે. તેમણે કહ્યું કે રદ કરવામાં આવેલી મેચ જ્યારે પણ બીજા વર્ષે આયોજિત કરવામાં આવે છે, તો ફક્ત ટેસ્ટ મેચ હોવી જોઈએ કેમ કે આ સીરિઝ હવે વધારે નહીં ચાલી શકે.

બીસીસીઆઇ પ્રમુખે કહ્યું કે અમે ઇસીબીને હજી થોડોક સમય લેવાનો વિકલ્પ આપ્યો છે. હું 22 સપ્ટેમ્બરના રોજ લંડન જઈ રહ્યો છું. એક વાત સ્પષ્ટ રીતે જણાવવાની કે મેચ સ્થગિત કરવી સરળ નથી હોતી. મને નથી લાગતું કે આગળ આવું કંઇ થાય.

નોંધનીય છે કે ચોથી ટેસ્ટ પહેલા લંડનની એક ફાઇવ સ્ટાર હોટેલમાં થયા એક સમારોહમાં રવિ શાસ્ત્રીની બુક લૉન્ચ થઈ હચી. તે સમારોહ બાદ, શાસ્ત્રી, બૉલર કોચ ભરત અરુણ, ફિલ્ડીંગ કોચ આર શ્રીધર અને ફિઝીયો નિતિન પટેલ પૉઝિટીવ આવ્યા હતા.

તો પાંચમી ટેસ્ટ શરૂ થયાના એક દિવસ પહેલા જ ભારતીય ટીમના હેલ્પર ફિઝિયો યોગેશ પરમાર પણ પૉઝિટીવ આવ્યા હતા, ત્યાર બાદ ભારતીય ટીમે ટેસ્ટ મેચ ન રમવાનો નિર્ણ લીધો.

cricket news sports news sports