આકાશમાં જોઈને ભગવાનને પ્રાર્થના કરી અને કૅપ્ટન શુભમન ગિલ વન-ડેમાં જીત્યો પહેલો ટૉસ

12 January, 2026 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ અને વન-ડેની ૧૨ મૅચમાં શુભમન ગિલ બીજી વખત ટોસ જીત્યો છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

બરોડામાં ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી વન-ડેમાં ભારતીય કૅપ્ટન શુભમન ગિલ ટૉસ પહેલાં આકાશમાં જોઈને પ્રાર્થના કરતો જોવા મળ્યો હતો. કિવી ટીમના કૅપ્ટન માઇકલ બ્રેસવેલ સામે શુભમન ગિલે ટૉસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વન-ડેમાં ભારતીય કૅપ્ટન તરીકે તે પહેલો ટૉસ જીત્યો હતો. ટેસ્ટ અને વન-ડેની ૧૨ મૅચમાં શુભમન ગિલ બીજી વખત ટોસ જીત્યો છે. તે પહેલો ટૉસ વેસ્ટ ઇન્ડીઝ સામેની દિલ્હી ટેસ્ટ-મૅચ સમયે જીત્યો હતો.

sports news sports cricket news shubman gill cricket test cricket