✕

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની T20 સિરીઝ વરસાદે ડ્રૉ કરાવી દીધી

18 October, 2026 10:09 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પાંચ મૅચની T20 સિરીઝ ગઈ કાલે વરસાદને કારણે ડ્રૉ થઈ હતી. ૨-૨થી બરાબરી પર રહેલી સિરીઝની ગઈ કાલની બૅન્ગલોરની મૅચ નિર્ણાયક હતી, પણ એમાં માત્ર ૪૮ મિનિટની રમત શક્ય બની હતી.

ભારત-વેસ્ટ ઇન્ડીઝ T20 સિરીઝ ડ્રૉ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પાંચ મૅચની T20 સિરીઝ ગઈ કાલે વરસાદને કારણે ડ્રૉ થઈ હતી. ૨-૨થી બરાબરી પર રહેલી સિરીઝની ગઈ કાલની બૅન્ગલોરની મૅચ નિર્ણાયક હતી, પણ એમાં માત્ર ૪૮ મિનિટની રમત શક્ય બની હતી.

પોણાબે કલાક મોડી શરૂ થયેલી મૅચને ૯-૯ ઓવરની કરી નાખવામાં આવી હતી. ભારતે ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરી હતી અને ૭.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૮ રન કર્યા ત્યારે મૅચ અટકાવી દેવી પડી હતી. સંજુ સૅમસને ૭ બૉલમાં ૧૬, ઈશાન કિશને ૧૦ બૉલમાં ૩૦, શ્રેયસ ઐયરે ૧૪ બૉલમાં બાવીસ રન કરવા માટે જબરદસ્ત ફટકાબાજી કરી હતી. જોકે આ બધામાં નમન ધીર હીરો સાબિત થયો હતો, તેણે માત્ર ૬ બૉલમાં અ‌ણનમ ૨૪ રન કર્યા હતા. અભિષેક શર્મા (૪ બૉલમાં ૬) અને તિલક વર્મા (૬ બૉલમાં ૭) નિસ્તેજ રહ્યા હતા.

indian cricket team west indies t20 bengaluru sanju samson ishan kishan shreyas iyer cricket news sports news sports