12 July, 2025 07:14 AM IST | London | Gujarati Mid-day Correspondent
ચોથી T20માં ૧૫ રન આપી બે વિકેટ લેનાર સ્પિનર રાધા યાદવ પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.
મૅન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી T20 મૅચમાં ૬ વિકેટે વિજય મેળવીને ભારતીય વિમેન્સ ટીમે સિરીઝ પર ૩-૧થી કબજો કરી લીધો છે. ભારતે પહેલી વાર ઇંગ્લૅન્ડ સામે T20 સિરીઝ જીતી છે. આ પહેલાં રમાયેલી ૬ સિરીઝમાં ઇંગ્લૅન્ડની જ જીત થઈ હતી. ભારતની વિમેન ઇન બ્લુ ટીમે ઇંગ્લૅન્ડને ચોથી મૅચમાં સાત વિકેટે ૧૨૬ રન જ કરવા દીધા હતા અને ૧૭ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૨૭ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
145
વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં આટલી વિકેટ સાથે હાઇએસ્ટ વિકેટટેકર સ્પિનર બની દીપ્તિ શર્મા. પાકિસ્તાનની નિદા ડારનો ૧૬૦ મૅચમાં ૧૪૪ વિકેટનો રેકૉર્ડ તોડ્યો.