૩૦૦ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર યંગેસ્ટ વુમન ક્રિકેટર બની સ્મૃતિ માન્ધના

11 July, 2026 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે પહેલી ઇનિંગ્સમાં ૭૪.૫ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૨૮૫ રન કર્યા

સ્મૃતિ માન્ધનાએ ૧૧ ફોર અને એક સિક્સના આધારે ૮૩ રન કર્યા હતા.

૧૪૨ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ગઈ કાલે લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મહિલા ટેસ્ટ-મૅચ રમાઈ હતી. ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચેની આ એકમાત્ર ટેસ્ટ-મૅચ સ્મૃતિ માન્ધનાની કરીઅરની ૩૦૦મી ઇન્ટરનૅશનલ મૅચ બની હતી. ૧૭૧ T20 અને ૧૨૦ વન-ડે મૅચ રમનાર સ્મૃતિ માન્ધના પોતાની નવમી ટેસ્ટ-મૅચમાં રમીને ૩૦૦ મૅચ રમનાર મિતાલી રાજ અને હરમનપ્રીત કૌર બાદ ત્રીજી અને ઓવરઑલ બારમી મહિલા ક્રિકેટર બની હતી. ૨૯ વર્ષ ૩૫૭ દિવસની ઉંમરે ૩૦૦ મૅચ રમનાર સ્મૃતિ માન્ધના સૌથી યંગેસ્ટ મહિલા ક્રિકેટર બની હતી. ટૉસ જીતીને ઇંગ્લૅન્ડે પહેલાં બોલિંગ પસંદ કરી હતી. ભારતે પહેલી ઇનિંગ્સમાં ૭૪.૫ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૨૮૫ રન કર્યા હતા. ઓપનર સ્મૃતિ માન્ધનાએ ૧૦૮ બૉલમાં ૧૧ ફોર અને એક સિક્સના આધારે ૮૩ રન કર્યા હતા. હરમનપ્રીત કૌરે ૧૨૧ બૉલમાં ૫૮ રન અને દીપ્તિ શર્માએ ૮૭ બૉલમાં ૫૭ રન કર્યા હતા.

smriti mandhana harmanpreet kaur indian womens cricket team sports news sports test cricket london england cricket news