26 October, 2026 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કે.એલ. રાહુલ બૉલને સ્ટમ્પ તરફ જતાં અટકાવવાના ચક્કરમાં હિટ વિકેટ થઈને તંબુભેગો થયો હતો.
લિંકનની લીલીછમ પિચ પર ભારત અને ન્યુ ઝીલૅન્ડની A ટીમો વચ્ચે પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચના બીજા દિવસે પણ રસપ્રદ રમત જોવા મળી હતી. ઇન્ડિયા Aને ૧૧૩ રનમાં ઑલઆઉટ કરીને ન્યુ ઝીલૅન્ડની A ટીમે પહેલી ઇનિંગ્સમાં ૮૯.૩ ઓવર રમીને ૩૧૭ રન કર્યા હતા. બીજા દિવસના અંતે ઇન્ડિયા A ટીમે બીજી ઇનિંગ્સમાં ૩૬ ઓવરમાં ૧૦૬-૨નો સ્કોર કર્યો હતો. ભારત હજી ૯૮ રનથી પાછળ છે.
બીજી ઇનિંગ્સમાં ૪.૪ ઓવરમાં ૧૦ રનના સ્કોર પર ભારતના બન્ને ઓપનર્સ આઉટ થયા હતા. યશસ્વી જાયસવાલે ૯ બૉલમાં પાંચ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ થનાર કે.એલ. રાહુલ ૧૫ બૉલમાં ૪ રનના સ્કોર પર હિટ વિકેટ આઉટ થયો હતો. દેવદત્ત પડિક્કલ ૮૯ બૉલમાં ૫૬ રન અને સાઈ સુદર્શને ૧૦૪ બૉલમાં ૩૯ રન કરીને અંત સુધી ટકી રહીને જબરદસ્ત લડત આપી હતી.