આજથી લખનઉમાં ભારત અને ઑસ્ટ્રેલિયાની A ટીમો વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થશે

16 September, 2025 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત અને ઑસ્ટ્રેલિયાની A ટીમો વચ્ચે બે મૅચની અનઑફિશ્યલ ટેસ્ટ-સિરીઝ શરૂ થશે. ચાર-ચાર દિવસની આ મૅચ ૨૬ સપ્ટેમ્બર સુધી રમાશે.

ભારતીય ટીમનો કૅપ્ટન શ્રેયસ ઐયર.

ઉત્તર પ્રદેશના લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત અને ઑસ્ટ્રેલિયાની A ટીમો વચ્ચે બે મૅચની અનઑફિશ્યલ ટેસ્ટ-સિરીઝ શરૂ થશે. ચાર-ચાર દિવસની આ મૅચ ૨૬ સપ્ટેમ્બર સુધી રમાશે. ભારતીય ટીમનો કૅપ્ટન-સ્ટાર બૅટર શ્રેયસ ઐયર અને વાઇસ-કૅપ્ટન ધ્રુવ જુરેલ રહેશે. શ્રેયસ ઐયર ગઈ કાલે આ સિરીઝ માટે નેટ-પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો. 

ભારતની સ્ક્વૉડમાં સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અભિમન્યુ ઈશ્વરન જેવા સ્ટાર પ્લેયર્સ સહિત કે. એલ. રાહુલ અને મોહમ્મદ સિરાજ જેવા ધુરંધરો પણ સામેલ છે. ઑસ્ટ્રેલિયાના યંગ ટૅલન્ટ સૅમ કૉન્સ્ટૅસ, નૅથન મૅકસ્વીની અને કૂપર કૉનોલી ભારતીય પ્લેયર્સને પડકાર આપતા જોવા મળશે.

kl rahul cricket news india australia sports news sports