✕

નેપાલ સામે શતકવીર બન્યા તિલક વર્મા અને કુમાર કુશાગ્ર

21 November, 2026 09:48 AM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન તિલક વર્માએ ૧૧૩ બૉલમાં ૬ ફોર, ૪ સિક્સની મદદથી ૧૦૭ રન ફટકાર્યા હતા. કુમાર કુશાગ્રએ ૧૦ ફોર, પાંચ સિક્સના સહારે ૧૦૨ બૉલમાં ૧૧૭ રન ઝૂડ્યા હતા.

કૅપ્ટન તિલક વર્મા અકુમાર કુશાગ્રએ સદી ફટકારવાની સાથે ચોથી વિકેટ માટે ૧૯૧ બૉલમાં ૨૦૬ રનની ભાગીદારી કરી હતી

કતરના દોહામાં ગઈ કાલે મેન્સ વન-ડે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં ભારતીય ટીમે નેપાલ સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ખરાબ ઓપનિંગ છતાં ઇન્ડિયા A ટીમે ૫૦ ઓવરમાં ૩૩૨-૯નો સ્કોર કર્યો હતો. ટૉસ જીતીને નેપાલે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી.

૧૦.૩ ઓવરમાં ભારતીય ટીમે ૪૨ રનના સ્કોરમાં પોતાના ટૉપ ઑર્ડરના ત્રણેય બૅટર્સની વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક શર્માએ ૧૩ બૉલમાં ૧ સિક્સની મદદથી ૯ રન, આયુષ બદોનીએ ૭ બૉલમાં બે રન અને વૈભવ સૂર્યવંશીએ ૩ ફોર, ૧ સિક્સના સહારે ૩૨ બૉલમાં ૨૬ રનનું જ યોગદાન આપ્યું હતું.

અહીંથી ચોથી વિકેટ માટે ૧૯૧ બૉલમાં ૨૦૬ રનની ભાગીદારીને કારણે મોટા સ્કોરનો પાયો મુકાયો હતો. કૅપ્ટન તિલક વર્માએ ૧૧૩ બૉલમાં ૬ ફોર, ૪ સિક્સની મદદથી ૧૦૭ રન ફટકાર્યા હતા. કુમાર કુશાગ્રએ ૧૦ ફોર, પાંચ સિક્સના સહારે ૧૦૨ બૉલમાં ૧૧૭ રન ઝૂડ્યા હતા. મુંબઈનો સૂર્યાંશ શેડગે ૧૪ બૉલમાં ૧ ફોર, ૪ સિક્સની મદદથી ૩૬ રન ફટકારીને નૉટઆઉટ રહ્યો હતો.

નેપાલના સ્પિનર અને કૅપ્ટન સંદીપ લામિછાનેએ ૧૦ ઓવરમાં ૬૧ રન આપીને ૩ વિકેટ લીધી હતી. સ્પિનર લલિત રાજબંશીએ ૩ વિકેટ અને ફાસ્ટ બોલર નંદન યાદવે બે વિકેટ ઝડપી હતી.

નેપાલ રન-ચેઝ સમયે ૧૧.૩ ઓવરમાં પોતાના લોએસ્ટ ૨૬ રનના વન-ડે સ્કોર પર આ‌ૅલઆઉટ થઈને ૩૦૬ રનથી હાર્યું. પ્રિન્ય યાદવે પાંચ, હર્ષિત રાણાએ ૪, શાહબાઝ અહમદે ૧ વિકેટ લીધી હતી.

india nepal asia cup tilak varma doha vaibhav sooryavanshi abhishek sharma team india indian cricket team cricket news sports news sports qatar