એક ઇનસ્વિંગ યૉર્કરે મુકેશ કુમારનું ભાવિ પલટાવ્યું

26 August, 2022 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયા ‘એ’ ટીમમાં સિલેક્ટ થયેલા પેસ બોલરે કહ્યું, ‘કોચને કારણે જ હું આજે આ સ્તરે પહોંચ્યો છું’

મુકેશ કુમાર

જૂનમાં મધ્ય પ્રદેશની મુંબઈ સામેની ફાઇનલની જીત સાથે પૂરી થયેલી રણજી ટ્રોફીમાં છેલ્લી પાંચ મૅચમાં ૨૦ વિકેટ લઈને બેંગાલને સેમી ફાઇનલ સુધી પહોંચાડનાર પેસ બોલર મુકેશ કુમારનો ભૂતકાળનો એક અનુભવ આવતા મહિને બૅન્ગલોરમાં ન્યુ ઝીલૅન્ડ ‘એ’ સામે રમાનારી ઇન્ડિયા ‘એ’ ટીમમાં સ્થાન મેળવનાર ખેલાડીઓના અનુભવો કરતાં ઘણો જુદો છે.

૨૮ વર્ષના મુકેશ કુમારે પી.ટી.આઇ.ને ગઈ કાલે કહ્યું કે ‘૨૦૧૪માં ક્રિકેટ અસોસિએશન ઑફ બેંગાલે ‘વિઝન ૨૦૨૦’ પ્રોજેક્ટ માટે ઓપન ટ્રાયલ રાખી હતી. હું ત્યારે એક ક્લબ-ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમી રહ્યો હતો. બંગાળમાં ટેનિસ બૉલથી રમાતી ક્લબ-ક્રિકેટ મૅચને ખેપ મૅચ કહેવામાં આવે છે. હું ત્યારે થોડી આવક ઊભી કરવા ખેપ મૅચ રમ્યો હતો. એક મૅચ રમવાના ૫૦૦થી ૫૦૦૦ રૂપિયા મળતા હતા. એવી એક મહત્ત્વની મૅચ વખતે ટ્રાયલ હોવાની મને જાણ થઈ એટલે હું ત્યાં પહોંચી ગયો હતો. જો ત્યારે રાણાદેબ બોઝ (રાણો સર) કોચ તરીકે ન હોત તો અત્યારે હું ઇન્ડિયા ‘એ’ ટીમ સુધી ન પહોંચી શક્યો હોત.’

મુકેશ કુમારે ત્યારના અનુભવની વાત આગળ વધારતાં કહ્યું કે ‘હું ટ્રાયલ માટે પહોંચ્યો ત્યારે બહુ થોડા પ્લેયર્સ લાઇનમાં હતા. મેં મારી પાછળ ઊભેલા ખેલાડીને કહ્યું કે હું વૉશરૂમ જઈને આવું છું એટલે મારી જગ્યા રાખજે. વૉશરૂમ દૂર હતું એટલે મને ૧૦ મિનિટ લાગી. પાછો આવ્યો તો ત્યાં કોચ રાણો સર અને ક્રિકેટ ડિરેક્ટર જયદીપ મુખરજી ઊભા હતા. મારું વારંવાર અનાઉન્સ કરાયું હતું, પણ હું ત્યાં નહોતો એટલે મારા નામ પર ચોકડી મુકાઈ ગયેલી. જોકે મેં રાણો સરને કહ્યું કે પ્લીઝ મને ટ્રાયલમાં સમાવો. તેમણે મને જૂનો અષસજી બૉલ આપ્યો અને બોલિંગ કરવાશ્રઉઠ કહ્યું. મેં જે ઇનસ્વિંગ યૉર્કર ફેંક્યો અષને રમવા જતાં બૅટરે સમતોલપણું ગુમાવ્યું. રાણો સર જયદીપજી પાસે ગયા અને મારું નામ લિસ્ટમાં લખાવી દીધું. એ ક્ષણે મારું ભાવિ પલટી નાખ્યું.’

sports sports news cricket news mumbai ranji team ranji trophy champions ranji trophy test cricket