સાઉથ આફ્રિકા Aએ વાઇટવૉશ ટાળ્યો

20 November, 2025 12:00 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

રાજકોટમાં છેલ્લી અને ત્રીજી વન-ડેમાં ભારત Aને ૭૩ રનથી આપી માત

ઋતુરાજ ગાયકવાડ પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો

રાજકોટમાં ગઈ કાલે સાઉથ આફ્રિકાની A ટીમે ભારત સાથેની ત્રીજી અનઑફિશ્યલ વન-ડેમાં ૭૩ રનથી વિજય મેળવીને વાઇટવૉશની નામોશી ટાળી હતી. પ્રથમ વન-ડેમાં ચાર વિકેટે અને બીજીમાં ૯ વિકેટે વિજય મેળવીને ભારતીય ટીમે ૨-૦થી અજેય લીડ લઈ લીધી હતી.

ગઈ કાલે છેલ્લી મૅચમાં નામોશી ટાળવા મેદાનમાં ઊતરેલી સાઉથ આફ્રિકન ટીમે બન્ને ઓપનરોની સેન્ચુરીની મદદથી ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૨૫ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ઈશાન કિશન અને આયુષ બદોનીની હાફ-સેન્ચુરી છતાં ૪૯.૧ ઓવરમાં ૨૫૨ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. અભિષેક શર્મા ૧૧, કૅપ્ટન તિલક શર્મા ૧૧ અને ઋતુરાજ ગાયકવાડ પચીસ રન જ બનાવી શક્યા હતા. ઋતુરાજ ગાયકવાડ પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો.

india south africa indian cricket team team india cricket news sports sports news one day international odi