ભારત અને શ્રીલંકા A ટીમ વચ્ચેની મૅચ ડ્રૉમાં સમાપ્ત થઈ

29 June, 2026 12:06 PM IST  |  Galle | Gujarati Mid-day Correspondent

બીજી ઇનિંગ્સમાં ત્રીજા ક્રમે બૅટિંગ કરીને દેવદત્ત પડિક્કલે ૧૦૧ બૉલમાં પાંચ ફોરની મદદથી ૬૭ રન કર્યા હતા

ભારત અને શ્રીલંકાની A ટીમ વચ્ચેની બે ટેસ્ટ-મૅચની પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ ગઈ કાલે ડ્રૉમાં સમાપ્ત થઈ હતી. એ દરમ્યાન ભારતીય ખેલાડીઓ નિરાશ જોવા મળ્યા હતા.

ભારત અને શ્રીલંકાની A ટીમ વચ્ચેની બે ટેસ્ટ-મૅચની પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ ડ્રૉમાં સમાપ્ત થઈ હતી. ચોથા દિવસે ભારતે ૫૭ ઓવરમાં ૧૮૯/૮ના સ્કોરે બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૪૫૨/૬નો સ્કોર કર્યો હોવાથી ભારતે ૩૧૨ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલા દાવમાં ૩૩૦ રન કરનાર શ્રીલંકાએ બીજા દાવમાં ૧૫ ઓવરમાં ૭૦/૨નો સ્કોર કર્યા પછી બન્ને ટીમે ડ્રૉ માટે હાથ મિલાવ્યા હતા.

બીજી ઇનિંગ્સમાં ત્રીજા ક્રમે બૅટિંગ કરીને દેવદત્ત પડિક્કલે ૧૦૧ બૉલમાં પાંચ ફોરની મદદથી ૬૭ રન કર્યા હતા. શ્રીલંકાના સ્પિનર દિલુમ સુદીરાએ આ ઇનિંગ્સમાં ૧૫ ઓવરમાં ૪૯ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. શ્રીલંકાની બીજા દાવની બૅટિંગ દરમ્યાન આકિબ નબી અને હર્ષ દુબેએ એક-એક વિકેટ લીધી હતી.

સિરીઝની બીજી મૅચ બીજી જુલાઈથી શરૂ થશે.

india sri lanka test cricket cricket news sports sports news sai sudharsan devdutt padikkal ruturaj gaikwad dhruv Jurel indian cricket team