ઇન્ડિયા-Aએ સાઈ સુદર્શનની સદીના આધારે શ્રીલંકા-A સામે ૪ વિકેટે ૩૩૩ રન કર્યા

26 June, 2026 10:54 AM IST  |  Galle | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમના ઓપનર સાઈ સુદર્શને ૧૯ ફોરની મદદથી ૧૭૫ બૉલમાં ૧૩૨ રન કરીને મજબૂત શરૂઆત આપી હતી

સાઈ સુદર્શન

ગઈ કાલે ભારત અને શ્રીલંકાની A ટીમ વચ્ચે બે મૅચની અનઑફિશ્યલ ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ હતી. ગૉલ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર ભારતે ૮૬ ઓવરમાં ૪ વિકેટે ૩૩૩ રન કર્યા હતા.

ભારતીય ટીમના ઓપનર સાઈ સુદર્શને ૧૯ ફોરની મદદથી ૧૭૫ બૉલમાં ૧૩૨ રન કરીને મજબૂત શરૂઆત આપી હતી. કૅપ્ટન ધ્રુવ જુરેલ ૧૩૮ બૉલમાં ૬૮ રન અને શૈખ રશીદ ૯૨ બૉલમાં ૫૩ રન કરીને અણનમ રહ્યા હતા. શ્રીલંકાના સ્પિનર દિલુમ સુદીરાએ ૨૯ ઓવરમાં ૯૮ રન આપીને બે વિકેટ લીધી હતી. 

india sri lanka indian cricket team test cricket cricket news sports sports news sai sudharsan dhruv Jurel