✕

આજે ભારત વેલિંગ્ટનમાં ન્યુ ઝીલૅન્ડ સામે T20 સિરીઝ સીલ કરવા ઊતરશે

27 October, 2026 12:49 PM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

અહીં ત્રણ T20માંથી બે મૅચ હાર્યું છે ભારત, ઈશાન કિશન ત્રીજી મૅચમાંથી પણ આઉટ.

બૅટિંગ-પ્રૅક્ટિસની તૈયારી કરતો કૅપ્ટન શ્રેયસ ઐયર, પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન વૈભવ સૂર્યવંશી અને સંજુ સૅમસન સાથે ચર્ચા કરતો હેડ કોચ ગૌતમ ગંભીર

વેલિંગ્ટનમાં આજે યજમાન ન્યુ ઝીલૅન્ડ અને ભારત વચ્ચે પાંચ મૅચની સિરીઝની ત્રીજી મૅચ રમાશે. ન્યુ ઝીલૅન્ડ માટે હવે દરેક મૅચ ‘કરો યા મરો’ જેવી બની ગઈ છે, જ્યારે ભારત હૅટ-ટ્રિક જીત સાથે સિરીઝ પર કબજો મેળવવાના ઇરાદા સાથે મેદાન પર ઊતરશે. 

વેલિંગ્ટન ધીમી પિચ અને ભારે પવન ફૂંકાવાને કારણે વધુ જાણીતું છે. અહીં ભારત ૩ T20 મૅચમાંથી બે મૅચ હાર્યું છે અને માત્ર એક મૅચ સુપર ઓવરમાં જીતી છે. ૨૦૦૯ અને ૨૦૧૯ની બન્ને મૅચમાં ભારત યજમાન ટીમ સામે હાર્યું હતું, જ્યારે ૨૦૨૦ની અંતિમ ટક્કર ટાઇ રહ્યા પછી ભારતે ન્યુ ઝીલૅન્ડ સામે સુપર ઓવરમાં બાજી મારી હતી. યજમાન ટીમ અહીં ૧૮ T20 મૅચમાંથી ૧૦ મૅચ જીતી છે. 

વિકેટકીપર-બૅટર ઈશાન કિશન બીજી પછી ત્રીજી T20માંથી પણ બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ અનુસાર તે જમણા પગના સ્નાયુઓની ઇન્જરીમાંથી સંપૂર્ણ ફિટ થયો નથી. ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમ ઈશાનની પ્રગતિ પર નજર રાખી રહી છે. બીજી T20માં કિશનના સ્થાને સામેલ થયેલો કુમાર કુશાગ્ર ત્રીજી મૅચમાં પણ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખશે. 

new zealand team india indian cricket team wellington t20 ishan kishan sports news sports vaibhav sooryavanshi sanju samson gautam gambhir