✕

બરોડામાં આજથી ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ

23 October, 2026 10:06 AM IST  |  Baroda | Gujarati Mid-day Correspondent

આજથી ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વચ્ચે બરોડામાં ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થશે. આ ફૉર્મેટમાં બન્ને ટીમની આ પહેલી દ્વિપક્ષીય સિરીઝ બનશે. નવેમ્બર ૨૦૨૫માં વન-ડે વર્લ્ડ કપ જીત્યા પછી ભારત આ ફૉર્મેટમાં માત્ર ઑસ્ટ્રેલિયા સામે રમ્યું હતું.

ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે મહિલા ટીમ

આજથી ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વચ્ચે બરોડામાં ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થશે. આ ફૉર્મેટમાં બન્ને ટીમની આ પહેલી દ્વિપક્ષીય સિરીઝ બનશે. નવેમ્બર ૨૦૨૫માં વન-ડે વર્લ્ડ કપ જીત્યા પછી ભારત આ ફૉર્મેટમાં માત્ર ઑસ્ટ્રેલિયા સામે રમ્યું હતું અને ત્રણેય મૅચ હાર્યું હતું. 

બરોડામાં ભારતની મહિલા ટીમ ૨૦૨૪માં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમી હતી. આ ત્રણેય મૅચમાં ભારત વિજેતા બન્યું હતું. ૨૦૨૯ના આગામી વન-ડે વર્લ્ડ કપ માટે સ્મૃતિ માન્ધનાને તૈયારીની સારી તક મળશે.

આજે શારજાહમાં ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલ અફઘાનિસ્તાન-ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે

૧૭ ઑક્ટોબરથી UAEના શારજાહમાં શરૂ થયેલી ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલ મૅચ આજે અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે. પૉઇન્ટ-ટેબલમાં અફઘાનિસ્તાન ૪ પૉઇન્ટ અને ૨.૩૬૨ના નેટ-રનરેટ સાથે પહેલા ક્રમે રહ્યું. ઝિમ્બાબ્વે બે પૉઇન્ટ અને -૦.૫૯૦ના નેટ-રનરેટ સાથે બીજા ક્રમે રહ્યું. રેગ્યુલર કૅપ્ટન લિટન દાસની ગેરહાજરીમાં બંગલાદેશ પોતાની બન્ને મૅચ હારીને તળિયાની ટીમ બની હતી. 

બુધવારે બંગલાદેશને ૪૧.૨ ઓવરમાં ૧૬૦ રને ઢેર કરીને અફઘાનિસ્તાને ૩૫.૩ ઓવરમાં ૧૬૧-૩નો સ્કોર કરીને ૭ વિકેટે જીત નોંધાવી હતી. સતત બે મૅચમાં ૪-૪ વિકેટ લેનાર સ્પિનર રાશિદ ખાન આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

શારજાહના મેદાન પર ૨૩ વર્ષ પછી કોઈ વન-ડે સિરીઝ કે ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ રમાશે. છેલ્લે ૨૦૦૩માં અહીં પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે શારજાહ કપની ફાઇનલ મૅચ રમાઈ હતી. 

zimbabwe womens world cup indian cricket team cricket news sports sports news baroda afghanistan