14 February, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
મુખ્ય પેસબોલર જસપ્રીત બુમરાહની જગ્યાએ હર્ષિત રાણાનો અને ઓપનિંગ બૅટર યશસ્વી જાયસવાલના સ્થાને વરુણ ચક્રવર્તીનો સમાવેશ
૧૯ ફેબ્રુઆરીથી શરૂ થતી વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો મુખ્ય પેસબોલર જસપ્રીત બુમરાહ લોઅર બૅકની ઇન્જરીને કારણે નહીં રમે એ ફાઇનલ થઈ ગયું છે. બુમરાહની જગ્યાએ ટીમમાં હર્ષિત રાણાને લેવામાં આવ્યો છે. બીજી બાજુ ઇંગ્લૅન્ડ સામેની T20 અને વન-ડે સિરીઝમાં સારું પર્ફોર્મ કરનારા મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીને પણ ચૅમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સ્થાન મળ્યું છે. વરુણને યશસ્વી જાયસવાલની જગ્યાએ લેવામાં આવ્યો છે. ભારતે અગાઉ જાહેર કરેલી કામચલાઉ ટીમમાં જાયસવાલનો સમાવેશ હતો.
પાંચ સ્પિનરોવાળી ૧૫ ખેલાડીઓની ભારતીય ટીમ
રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવીન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.
નૉન-ટ્રાવેલિંગ સબ્સ્ટિટ્યુટ ઃ યશસ્વી જાયસવાલ, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે. આ પ્લેયર્સ જરૂર પડશે ત્યારે દુબઈ જશે.
ટીમ ઇન્ડિયાની મૅચો ક્યારે છે?
૨૦ ફેબ્રુઆરી : બંગલાદેશ
૨૩ ફેબ્રુઆરી : પાકિસ્તાન
૨ માર્ચ : ન્યુ ઝીલૅન્ડ
બપોરે : ૨.૩૦ વાગ્યે.