ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય સ્ક્વૉડમાં રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ

18 January, 2026 10:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇન્જર્ડ તિલક વર્માના સ્થાને શ્રેયસ ઐયર પહેલી ૩ મૅચ માટે સ્ક્વૉડનો ભાગ રહેશે, જ્યારે રવિ બિશ્નોઈ સ્પિનર વૉશિંગ્ટન સુંદરના સ્થાને આખી સિરીઝ દરમ્યાન ટીમ ઇન્ડિયા સાથે રહેશે.

શ્રેયસ ઐયર અને રવિ બિશ્નોઈ

ક્રિકેટ બોર્ડે ન્યુ ઝીલૅન્ડ સામે આયોજિત પાંચ T20 મૅચની સિરીઝ માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. ૨૧થી ૩૧ જાન્યુઆરી સુધી રમાનારી આ સિરીઝ માટેની ભારતીય સ્ક્વૉડમાં સ્ટાર બૅટર શ્રેયસ ઐયર અને સ્પિનર રવિ બિશ્નોઈની રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે એન્ટ્રી થઈ છે. 
ઇન્જર્ડ તિલક વર્માના સ્થાને શ્રેયસ ઐયર પહેલી ૩ મૅચ માટે સ્ક્વૉડનો ભાગ રહેશે, જ્યારે રવિ બિશ્નોઈ સ્પિનર વૉશિંગ્ટન સુંદરના સ્થાને આખી સિરીઝ દરમ્યાન ટીમ ઇન્ડિયા સાથે રહેશે. ભારતીય T20 ટીમ માટે છેલ્લે શ્રેયસ ઐયર ડિસેમ્બર ૨૦૨૩માં અને રવિ બિશ્નોઈ ફેબ્રુઆરી ૨૦૨૫માં રમ્યો હતો.

cricket news indian cricket team new zealand shreyas iyer ravi bishnoi sports news