10 January, 2026 05:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત અને બંગલાદેશના ક્રિકેટ બોર્ડ વચ્ચેનો સંઘર્ષ બંગલાદેશી ખેલાડીઓ માટે નાણાકીય નુકસાનનું કારણ બની રહ્યો છે. કૅપ્ટન લિટન દાસ, મોમિનુલ હક અને યાસિર રબ્બી મુશ્કેલીમાં છે, કારણ કે તેમનો બૅટ-સ્પૉન્સરશિપનો કરાર SG કંપની સાથે હતો. પ્રોફેશનલ ક્રિકેટમાં ખેલાડીઓ માટે બૅટ-સ્પૉન્સરશિપ આવકનો એક મુખ્ય સ્રોત છે. ખેલાડીઓ આ સોદાઓમાંથી નોંધપાત્ર રકમ કમાય છે અને એ ક્રિકેટ ઇકોસિસ્ટમનો મુખ્ય ભાગ છે.
અહેવાલ અનુસાર ભારતીય રમતગમતનાં સાધનો બનાવતી કંપની SGએ ઘણા બંગલાદેશી ક્રિકેટરો સાથેના સ્પૉન્સરશિપ કરાર રદ કરવાનો નિર્ણય લીધો છે. એક ખેલાડીએ ખાનગી રીતે પુષ્ટિ આપી હતી કે SG તરફથી હજી સુધી ઔપચારિક વાતચીત થઈ નથી, પરંતુ એજન્ટો તરફથી સંકેતો સ્પષ્ટપણે સૂચવે છે કે સ્પૉન્સરશિપ રિન્યુ કરવામાં આવશે નહીં.