✕

મેન્સ U19 એશિયા કપ 2026 : નેપાલ સામે ૧૨૯ રન માત્ર ૧૯.૧ ઓવરમાં ચેઝ કરીને ૧૦ વિકેટે જીત્યું ભારત

07 November, 2026 11:38 AM IST  |  Oman | Gujarati Mid-day Correspondent

આર્યવીર સેહવાગે બાવન બૉલમાં અણનમ ૭૦ રન ફટકાર્યા.

આર્યવીર સેહવાગે ૭૦ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી

ઓમાનમાં આયોજિત અન્ડર-19 વન-ડે એશિયા કપ 2026માં ભારતીય ટીમે વિજયી શરૂઆત કરી છે. ભારતે પહેલી જ મૅચમાં નેપાલને ૧૦ વિકેટે કચડી નાખ્યું હતું. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર નેપાલે ૪૨.૩ ઓવરમાં ૧૨૮ રને તમામ ૧૦ વિકેટ ગુમાવી હતી. રન-ચેઝ દરમ્યાન ભારતે ૧૯.૧ ઓવરમાં ૧૨૯ રનની ઓપનિંગ ભાગીદારી સાથે લક્ષ્યાંક ચેઝ કર્યો હતો. રન-ચેઝ દરમ્યાન ઓપનિંગ કરવા આવેલા કૅપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ ૬૩ બૉલમાં ૭ ફોરની મદદથી અણનમ ૫૩ રન કર્યા હતા. વીરેન્દર સેહવાગના મોટા દીકરા આર્યવીર સેહવાગે ૧૩૪.૬૨ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૭ ફોર, ૪ સિક્સના સહારે બાવન બૉલમાં નૉટઆઉટ ૭૦ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી.

nepal lakshya cricket news indian cricket team u19 asia cup sports sports news oman team india