વિમેન્સ T20 એશિયા કપની સેમી-ફાઇનલમાં આજે ભારત-બંગલાદેશ વચ્ચે ખરાખરીનો જંગ

10 September, 2026 11:40 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

બંગલાદેશ ત્રીજી વખત અને ભારત છઠ્ઠી વખત સેમી-ફાઇનલ રમશે

ભારતીય વિમેન્સ ટીમ

વિમેન્સ T20 એશિયા કપ 2026ની પહેલી સેમી-ફાઇનલ આજે સાંજે ૮ વાગ્યે ભારત અને બંગલાદેશ વચ્ચે રમાશે, જ્યારે આવતી કાલે ૧૧ સપ્ટેમ્બરે બીજી સેમી-ફાઇનલમાં પાકિસ્તાન અને શ્રીલંકા ટકરાશે. બન્ને સેમી-ફાઇનલની વિજેતા ટીમ ૧૩ સપ્ટેમ્બરે ફાઇનલ રમશે.
૨૦૧૨માં વિમેન્સ T20 એશિયા કપની શરૂઆત થઈ ત્યારથી ભારત સતત છઠ્ઠી વખત સેમી-ફાઇનલમાં પહોંચ્યું છે. પાંચ સીઝનમાં ભારત ત્રણ વખત ચૅમ્પિયન અને બે વખત રનરઅપ રહ્યું છે. બંગલાદેશ ૨૦૧૮માં ચૅમ્પિયન બન્યું હતું, જ્યારે ૨૦૧૨ અને ૨૦૨૪માં સેમી-ફાઇનલ સુધી પહોંચ્યું હતું.
૨૦૨૪ની સેમી-ફાઇનલમાં ભારત અને બંગલાદેશ સામસામે રમ્યાં હતાં. બંગલાદેશને ૨૦ ઓવરમાં ૮૦-૮ના સ્કોર પર રોકીને ભારતે ૧૧ ઓવરમાં ૮૩ રન કરીને ૧૦ વિકેટે શાનદાર જીત મેળવી હતી. 
ભારત અને બંગલાદેશ વિમેન્સ ટીમ T20માં ૨૪ વખત સામસામે રમી છે, જેમાંથી ભારત ૨૧ વખત અને બંગલાદેશ ત્રણ વખત વિજેતા રહ્યું છે. જુલાઈ ૨૦૨૩ પછી ભારતે આ હરીફ સામે સતત ૮ T20 મૅચ જીતી છે. ૨૦૧૮ના એશિયા કપમાં બંગલાદેશે ફાઇનલ મૅચ સહિત ભારતને બે મૅચમાં હરાવ્યું હતું. 

વિમેન્સ T20 એશિયા કપ ગ્રુપ Bનું પૉઇન્ટ-ટેબલ 

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

નેટ રનરેટ

શ્રીલંકા

+૨.૭૩૦

બંગલાદેશ

+૧.૬૮૮

UAE

-૧.૧૫૮

ઇન્ડોનેશિયા

-૩.૧૬૯

પંચાવન રને ૬ વિકેટ ગુમાવવા છતાં બંગલાદેશે UAEને હરાવ્યું  

બંગલાદેશની વિમેન્સ ક્રિકેટ ટીમ

દુબઈમાં મંગળવારે વિમેન્સ T20 એશિયા કપ 2026ની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ બંગલાદેશ અને યજમાન UAE વચ્ચે રમાઈ હતી. ઇન્ટરનૅશનલ લેવલે બન્ને ટીમની વિમેન્સ ટીમની આ પહેલી ટક્કરમાં બંગલાદેશે ૩૪ રનની જીત સાથે સેમી-ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં બંગલાદેશે ૧૧.૪ ઓવરમાં પંચાવન રનના સ્કોરે ૬ વિકેટ ગુમાવી દીધી હતી. શર્મીન અખ્તરે ૩૧ બૉલમાં ૩૮ રન કરીને ટીમનો સ્કોર ૨૦ ઓવરમાં ૧૦૩-૭નો કર્યો હતો. જવાબમાં UAE ૨૦ ઓવરમાં ૬૯-૯નો સ્કોર જ કરી શક્યું હતું. 

asian games indian womens cricket team t20 asia cup team india bangladesh dubai cricket news sports news sports