લૉર્ડ્‍સ ક્રિકેટ સ્ટેડિયમની બાલ્કનીમાં જોવા મળી સૌરવ ગાંગુલી જેવી શર્ટલેસ ઉજવણી

21 August, 2026 12:40 PM IST  |  England | Gujarati Mid-day Correspondent

સાતમી મૅચમાં ભારતે ૨૦૬/૪ બનાવ્યા અને પછી ઇંગ્લૅન્ડને ૮૮ રનમાં ઑલઆઉટ કરી દીધું. આ જીત બાદ ડ્રેસિંગ રૂમની બાલ્કનીમાં ભારતીય ટીમના સપોર્ટ-સ્ટાફના સભ્યોએ બ્લેઝર કાઢીને લહેરાવ્યું.

લૉર્ડ્‍સ ક્રિકેટ સ્ટેડિયમની બાલ્કનીમાં જોવા મળી સૌરવ ગાંગુલી જેવી શર્ટલેસ ઉજવણી

ભારતની મિક્સ્ડ ડિસેબિલિટી ટીમને હાલમાં ઇંગ્લૅન્ડ સામે ૭ T20 મૅચની સિરીઝમાં ૩-૪થી હારનો સામનો કરવો પડ્યો. જોકે લૉર્ડ્‍સ ક્રિકેટ સ્ટેડિયમમાં અંતિમ મૅચ ૧૧૮ રનથી જીત્યા પછી મહેમાન ટીમના ડ્રેસિંગ રૂમની બાલ્કનીમાં સૌરવ ગાંગુલી જેવી શર્ટલેસ ઉજવણી જોવા મળી હતી. સાતમી મૅચમાં ભારતે ૨૦૬/૪ બનાવ્યા અને પછી ઇંગ્લૅન્ડને ૮૮ રનમાં ઑલઆઉટ કરી દીધું. આ જીત બાદ ડ્રેસિંગ રૂમની બાલ્કનીમાં ભારતીય ટીમના સપોર્ટ-સ્ટાફના સભ્યોએ બ્લેઝર કાઢીને લહેરાવ્યું. એક સભ્યએ સૌરવ ગાંગુલીની જેમ શર્ટલેસ થઈને ઉજવણી કરી હતી. 

england sourav ganguly cricket news sports news sports