ઝિમ્બાબ્વે-ટૂર માટે ભારતનું પહેલું ગ્રુપ વીવીએસ લક્ષ્મણ સાથે રવાના થયું

20 July, 2026 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 વાઇસ-કૅપ્ટન તિલક વર્મા, યંગ બૅટર વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, રવિ બિશ્નોઈ, મયંક શર્મા, અશોક શર્મા સહિતના ખેલાડીઓએ ઝિમ્બાબ્વેની ફ્લાઇટ પકડી હતી

વી.વી.એસ. લક્ષ્મણ આ ટૂર પર કોચિંગની જવાબદારી સંભાળશે

ભારતની T20 ટીમ આગામી ૨૩થી ૨૬ જુલાઈ ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 મૅચની સિરીઝ રમશે. આ સિરીઝ માટે ટીમનું પહેલું ગ્રુપ મુંબઈથી ઝિમ્બાબ્વે માટે રવાના થઈ ગયું છે. સેન્ટર ઑફ ઍક્સેલન્સના પ્રમુખ વી.વી.એસ. લક્ષ્મણ આ ટૂર પર કોચિંગની જવાબદારી સંભાળશે.

T20 વાઇસ-કૅપ્ટન તિલક વર્મા, યંગ બૅટર વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, રવિ બિશ્નોઈ, મયંક શર્મા, અશોક શર્મા સહિતના ખેલાડીઓઅે ઝિમ્બાબ્વેની ફ્લાઇટ પકડી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયર સહિતના અન્ય ખેલાડીઓ ઇંગ્લૅન્ડની વન-ડે સિરીઝ પૂર્ણ કરીને ઝિમ્બાબ્વે પહોંચશે.

t20 t20 international india indian cricket team team india zimbabwe vvs laxman tilak varma vaibhav sooryavanshi ravi bishnoi shreyas iyer cricket news sports sports news