નેક્સ્ટ બન્ને મૅચ જીતીને ત્રિકોણીય વન-ડે સિરીઝને રસપ્રદ બનાવી શકે છે સાઉથ આફ્રિકન ટીમ

07 May, 2025 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીલંકાના કોલંબોમાં આયોજિત ૧૧ મેની ફાઇનલ મૅચ માટે ભારત અને શ્રીલંકા ચાર-ચાર પૉઇન્ટ સાથે પ્રબળ દાવેદાર છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

શ્રીલંકા, ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમ વચ્ચેની ૨૭ એપ્રિલથી શરૂ થયેલી ત્રિકોણીય વન-ડે સિરીઝ હાલમાં રોમાંચક સ્તર પર છે. શ્રીલંકાના કોલંબોમાં આયોજિત ૧૧ મેની ફાઇનલ મૅચ માટે ભારત અને શ્રીલંકા ચાર-ચાર પૉઇન્ટ સાથે પ્રબળ દાવેદાર છે.

પરંતુ પોતાની બન્ને મૅચ હારનાર સાઉથ આફ્રિકન ટીમ આજે ભારતીય ટીમ અને નવમી મેએ શ્રીલંકાને અંતિમ મૅચમાં હરાવીને સારા નેટ રન-રેટ સાથે ફાઇનલમાં એન્ટ્રી કરી શકે છે. સાઉથ આફ્રિકા વન-ડે ફૉર્મેટમાં ભારત સામે ૩૨માંથી ૧૨ મૅચ જીત્યું છે અને ૧૯ મૅચ હાર્યું છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી છે.

પૉઇન્ટ્સ-ટેબલ

ટીમ      મૅચ      જીત     હાર      રન-રેટ પૉઇન્ટ

ભારત  ૩          ૨          ૧          +૦.૮૦૦           ૪

શ્રીલંકા ૩          ૨          ૧          -૦.૫૩૮            ૪

સાઉથ આફ્રિકા  ૨          ૦          ૨          -૦.૩૫૬            ૦

india sri lanka south africa cricket news test cricket sports news sports international cricket council indian womens cricket team