16 April, 2025 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારત ઑગસ્ટમાં બંગલાદેશમાં ત્રણ વન-ડે અને ત્રણ T20 મૅચની સિરીઝ રમશે
ભારત ઑગસ્ટમાં બંગલાદેશમાં ત્રણ વન-ડે અને ત્રણ T20 મૅચની સિરીઝ રમવા જશે. શેડ્યુલ અનુસાર ૧૭થી ૩૧ ઑગસ્ટ દરમ્યાન વાઇટ-બૉલ સિરીઝની છ મૅચ રમાશે. બંગલાદેશમાં ભારતીય ટીમ પહેલી વાર દ્વિપક્ષીય T20 સિરીઝ રમશે. બન્ને ટીમ વચ્ચે ૨૦૧૯ અને ૨૦૨૪માં બે જ દ્વિપક્ષીય T20 સિરીઝ રમાઈ છે જેની યજમાની ભારતે કરી હતી.
૧૦ વર્ષ બાદ બંગલાદેશની ધરતી પર બન્ને ટીમ વચ્ચે વાઇટ-બૉલ સિરીઝ રમાશે. છેલ્લે જૂન ૨૦૧૫માં બંગલાદેશમાં ભારત વન-ડે સિરીઝ રમ્યું હતું.
વન-ડે સિરીઝનું શેડ્યુલ |
|
૧૭ ઑગસ્ટ |
પહેલી વન-ડે |
૨૦ ઑગસ્ટ |
બીજી વન-ડે |
૨૩ ઑગસ્ટ |
ત્રીજી વન-ડે |
T20 સિરીઝનું શેડ્યુલ |
|
૨૬ ઑગસ્ટ |
પહેલી T20 મૅચ |
૨૯ ઑગસ્ટ |
બીજી T20 મૅચ |
૩૧ ઑગસ્ટ |
ત્રીજી T20 મૅચ |
T20 એશિયા કપની તૈયારીમાં પણ મદદ કરશે