21 June, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ દેવ
વર્ષ ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા ટીમના કૅપ્ટન કપિલ દેવે ઇંગ્લૅન્ડ ટેસ્ટ-સિરીઝ માટે ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. કપિલ દેવ નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ વિશે કહે છે, ‘તે એક સારો અને પ્રતિભાશાળી છોકરો છે અને હવે ભારતીય ટીમનો કૅપ્ટન છે. મને ખાતરી છે કે તે ટ્રોફી સાથે પાછો ફરશે. અમને ગર્વ છે અને તેને શુભકામનાઓ આપીએ છીએ. મને આશા છે કે તે જીત સાથે પાછો આવશે અને પોતાનું સર્વસ્વ આપશે.’
વર્તમાન યુવા ટેસ્ટ-ટીમ વિશે કપિલ દેવ કહે છે, ‘આજે તેઓ બિનઅનુભવી હોઈ શકે છે, પરંતુ આવતી કાલે તેઓ અનુભવી હશે. મને આ પ્લેયર્સ પર પૂરો વિશ્વાસ છે. તેઓ કંઈક ખાસ કરશે. હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે ત્યાં જાઓ અને રમો, આનંદ માણો.’
પટૌડી ટ્રોફીનું નામ ઍન્ડરસન-તેન્ડુલકર થવા વિશે નિરાશા વ્યક્ત કરતાં કપિલ દેવ કહે છે, ‘થોડું વિચિત્ર લાગે છે. શું આવું પણ થાય છે? પણ કોઈ વાંધો નથી, ક્રિકેટમાં બધું ચાલતું રહે છે. આખરે કોઈ ફરક નથી. ક્રિકેટ તો ક્રિકેટ છે. મેદાન પર ક્રિકેટ પણ એવું જ હોવું જોઈએ.’