21 June, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુકેશ કુમાર
બિહારનો ૩૧ વર્ષનો ફાસ્ટ બોલર મુકેશ કુમાર તેની એક રહસ્યમય ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને કારણે ચર્ચામાં છે. એમાં તેણે લખ્યું હતું કે ‘કર્મ પોતાનો સમય લે છે. તમારે હંમેશાં સાવચેત રહેવું જોઈએ. કર્મ માફ કરતું નથી અને હંમેશાં ચુકવણી કરે છે.’
મુકેશ કુમાર સાથે ઇન્ડિયા-A માટે ઇંગ્લૅન્ડ-ટૂર પર ગયેલા ફાસ્ટ બોલર હર્ષિત રાણાને પહેલી ટેસ્ટ માટે સિનિયર ટીમમાં સ્થાન મળ્યું એના પછી તેણે આ સ્ટોરી મૂકી હતી. સોશ્યલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે હર્ષિત રાણા (૧૩ મૅચમાં ૪૮ વિકેટ) કરતાં શાનદાર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રેકૉર્ડ ધરાવતા અંશુલ કમ્બોજ (૨૪ મૅચમાં ૭૯ વિકેટ) અને મુકેશ કુમાર (બાવન મૅચમાં ૨૧૦ વિકેટ)ને કેમ ટીમમાં સામેલ ન કરવામાં આવ્યા.