વૈભવ સૂર્યવંશીએ ફરી તડાફડી બોલાવી

08 January, 2026 09:50 AM IST  |  Benoni | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા સામેની યુથ વન-ડેમાં ૧૦ સિક્સ અને ૯ ફોર ફટકારીને ૭૪ બૉલમાં ૧૨૭ રન ખડકી દીધા : ભારત ૩-૦થી સિરીઝ જીત્યું

ગઈ કાલે સાઉથ આફ્રિકા સામે પોતાની સેન્ચુરી ઊજવતો વૈભવ સૂર્યવંશી

સાઉથ આફ્રિકા સામેની અન્ડર-19 યુથ વન-ડે મૅચમાં ગઈ કાલે ભારતના ૧૪ વર્ષના કૅપ્ટન વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર બૅટિંગ કરી હતી.

વૈભવે ૭૪ બૉલમાં ૧૨૭ રન કર્યા હતા જેમાં ૧૦ સિક્સ અને ૯ ફોરનો સમાવેશ હતો.

વૈભવ સાથે ઓપનિંગમાં આવેલા ઍરન જ્યૉર્જે પણ શાનદાર સદી ફટકારીને ૧૦૬ બૉલમાં ૧૧૮ રન કર્યા હતા. આ બન્નેએ ૨૨૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ભારતે ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૯૩ રન કર્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકા ૩૫ ઓવરમાં ૧૬૦ રનમાં ઑલઆઉટ થઈને ૨૩૩ રનથી હારી ગયું હતું. ભારતે ત્રણ મૅચની આ સિરીઝ ૩-૦થી જીતી લીધી હતી.

india south africa one day international odi vaibhav suryavanshi cricket news sports sports news