13 January, 2026 05:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવ સૂર્યવંશી
ઝિમ્બાબ્વે અને નામિબિયામાં આયોજિત અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ માટે ગઈ કાલે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે વૉર્મ-અપ મૅચ રમાઈ હતી. પહેલી વૉર્મ-અપ મૅચમાં ૯૬ રન ફટકારનાર સ્ટાર પ્લેયર વૈભવ સૂર્યવંશી બીજી વૉર્મ-અપ મૅચમાં અંગ્રેજ ટીમ સામે ઓપનિંગ દરમ્યાન ૪ બૉલમાં એક રન કરીને કૅચઆઉટ થયો હતો. પહેલી વૉર્મ-અપ મૅચ ભારતે સ્કૉટલૅન્ડ સામે DLS મેથડથી ૧૨૧ રને જીતી હતી.
ભારતીય ટીમે ૮ વિકેટના નુકસાન સાથે ૨૯૫ રન કર્યા હતા. વિકેટકીપર-બૅટર અભિજ્ઞાન કુંડુએ ૯૯ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સરની મદદથી ૮૨ રન ફટકાર્યા હતા. ટીમનો કૅપ્ટન અને ઓપનર મુંબઈકર આયુષ મ્હાત્રે ફૉર્મમાં પાછો ફર્યો હતો. તેણે ૪૦ બૉલમાં ૪ ફોર અને ૪ સિક્સરના આધારે ૪૯ રન કર્યા હતા. અંગ્રેજ ટીમે ૩૦ ઓવરમાં ૧૭૮/૩નો સ્કોર કર્યો હતો.