12 July, 2025 10:40 AM IST | London | Gujarati Mid-day Correspondent
રિષભ પંતે દિવસની શરૂઆતમાં બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી
લૉર્ડ્સમાં બીજા દિવસની રમતની શરૂઆતમાં રિષભ પંત મેદાનમાં ઊતર્યો નહોતો, કારણ કે તે પહેલા દિવસે ડાબા હાથની તર્જની આંગળીમાં ઇન્જરીને કારણે બહાર થઈ ગયો હતો. તેની જગ્યાએ ધ્રુવ જુરેલે બીજા દિવસે પણ વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી. રિષભ પંતે દિવસની શરૂઆતમાં કેટલીક કસરતો કર્યા બાદ ઇંગ્લૅન્ડની ઇનિંગ્સના અંત સમયમાં પ્રૅક્ટિસ-ગ્રાઉન્ડમાં સપોર્ટ સ્ટાફ સાથે બૅટિંગ-પ્રૅક્ટિસ પણ કરી હતી.