ઇંગ્લૅન્ડના પ્લેયર્સ, ફૅન્સ અને કૉમેન્ટેટર્સે લાલ રંગનાં કપડાં કેમ પહેર્યાં?

12 July, 2025 10:35 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ફેફસાંના કૅન્સર ​વિશેની જાગૃતિના આ અભિયાનમાં ફૅન્સ અને કૉમેન્ટેટર્સ પણ લાલ રંગનાં કપડાંમાં જોવા મળ્યા હતા

ફેફસાંના કૅન્સર ​વિશેની જાગૃતિ માટે લૉર્ડ્‍સ રંગાયું લાલ રંગમાં

લૉર્ડ્‍સ ટેસ્ટ-મૅચના બીજા દિવસે ઇંગ્લૅન્ડના પ્લેયર્સ સ્પેશ્યલ લાલ રંગના લોગો, નામ, નંબરવાળી ટેસ્ટ-જર્સી પહેરીને રમ્યા હતા. રુથ સ્ટ્રૉસ ફાઉન્ડેશનના અભિયાનના ભાગરૂપે રમતની શરૂઆત પહેલાં ઇંગ્લૅન્ડના પ્લેયર્સ સાથે ભારતીય ક્રિકેટર્સ પણ લાલ રંગની ટોપી પહેરીને મેદાન પર આવ્યા હતા.

ફેફસાંના કૅન્સર ​વિશેની જાગૃતિના આ અભિયાનમાં ફૅન્સ અને કૉમેન્ટેટર્સ પણ લાલ રંગનાં કપડાંમાં જોવા મળ્યા હતા. આ ફાઉન્ડેશન અને આ અભિયાનની શરૂઆત ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ઍન્ડ્રુ સ્ટ્રૉસે વર્ષ ૨૦૧૮માં પોતાની પત્ની રુથની યાદમાં કરી હતી જેણે ફેફસાંના કૅન્સરને કારણે જીવ ગુમાવ્યો હતો. છેલ્લાં છ વર્ષમાં ક્રિકેટ-ફૅન્સની ઉદારતા અને સમર્થન દ્વારા ફાઉન્ડેશને ૩૫૦૦થી વધુ પરિવારોને મદદ કરી છે અને ૧૦૦૦થી વધુ કૅન્સરકૅર પ્રોફેશનલ્સને તાલીમ આપી છે.

india england test cricket indian cricket team cricket news sports sports news