09 July, 2025 06:59 AM IST | London | Gujarati Mid-day Correspondent
આકાશ દીપ અને મોહમ્મદ સિરાજ
ભારતની એજબૅસ્ટનની ઐતિહાસિક ટેસ્ટ-મૅચમાં ફાસ્ટ બોલર આકાશ દીપ અને મોહમ્મદ સિરાજે મળીને ૨૦માંથી ૧૭ વિકેટ ઝડપી હતી. તેમના આ પ્રદર્શન બાદ સ્ક્વૉડમાં સામેલ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પોતાના સોશ્યલ મીડિયા પર સ્ટમ્પ લઈને ઊભા રહેલા આ બન્ને બોલર્સનો શૉર્ટ વિડિયો શૅર કર્યો હતો જેમાં અર્શદીપે કહ્યું, ‘દો ભાઈ, દોનો તબાહી.’ આ સાંભળીને તે બન્ને બોલર્સ પણ ખુશ થઈ ગયા હતા. ડ્રેસિંગ રૂમમાં બન્ને બોલર્સે ઉજવણી દરમ્યાન એકબીજાને ચેહરા પર કેક ચોપડીને મસ્તી પણ કરી હતી.