07 July, 2025 10:22 AM IST | London | Gujarati Mid-day Correspondent
મૉર્ને મૉર્કલ
ભારતે મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બીજી ટેસ્ટ-મૅચમાં આરામ આપ્યો ત્યારે મોટા ભાગના ક્રિકેટ નિષ્ણાતોએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા, પણ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે તરખાટ મચાવીને ઇંગ્લૅન્ડને બૅકફુટ પર ઢકેલી દીધું છે.
બુમરાહની ગેરહાજરીમાં ફાસ્ટ બોલર્સના પ્રદર્શનથી ખુશ બોલિંગ કોચ મૉર્ને મૉર્કલ કહે છે, ‘ફાસ્ટ બોલરોના પ્રદર્શનથી હું ખૂબ જ ખુશ છું. છેલ્લી મૅચ પછી અમારી કેટલીક સારી ચર્ચાઓ થઈ. બુમરાહની ગેરહાજરીમાં આ પ્રદર્શન એ સારો સંકેત છે.’
સાઉથ આફ્રિકાનો આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આગળ કહે છે, ‘આકાશ દીપ એક આક્રમક બોલર છે જે મૅચ પછી ઘણા સવાલો પૂછે છે. તમે તેને જેટલો વધુ આત્મવિશ્વાસ આપશો એટલો તે વધુ સારો બનશે. સિરાજ એક એવો પ્લેયર છે જેનો હું ખૂબ આદર કરું છું. તે તેની ક્ષમતા કરતાં વધારે પ્રયાસ કરે છે. અમે ઘણી વાર તેને આપવી જોઈએ એટલી ક્રેડિટ નથી આપી.’