લોર્ડ્સની બાલ્કનીમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સને બગાસા ખાતો જોઈ રવિ શાસ્ત્રીએ કહ્યું...

14 July, 2025 06:53 AM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટૅસ્ટ મૅચનો આજે ચોથો દિવસ છે. ચોથા દિવસના બીજા સેશન દરમિયાન ઇંગ્લૅન્ડે બીજી ઇનિંગમાં 34 ઓવરમાં ચાર વિકેટ ગુમાવતાં 129 રન ફટકાર્યા હતા. પહેલી ઇનિંગમાં ઇંગ્લૅન્ડે 387 રનની લીડ ભારતને આપી હતી.

બેન સ્ટોક્સ બગસા ખાતો કૅમેરામાં રેકોર્ડ થયો હતો.

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની બાલ્કનીમાં ટીમ ઇન્ડિયા સામેની ત્રીજી ટૅસ્ટ મૅચના ચોથા દિવસે શરૂઆતમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સની એક અણધારી ક્ષણ કૅમેરામાં કેદ થઈ હતી. બેન સ્ટોક્સ બાલ્કનીમાં બગાસા ખાતો રેકોર્ડ થયો હતો. આ વાતને લઈને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલના કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ ઓન ઍર કહ્યું, `મોર્નિંગ બેન`, ત્યારે કૅમેરા તેના પર છે તે સમજ્યા પછી સીમ-બૉલિંગ ઓલરાઉન્ડરના હાવભાવ રમુજી રીતે બદલાઈ ગયેલા જોવા મળ્યા.

ભારતીય ક્રિકેટ ટીમ સામે ત્રીજા દિવસે સ્ટોક્સે બૅટિંગ કરવા માટે એકદમ સારી વિકેટ પર બૉલ સાથે સખત મહેનત કરી. 34 વર્ષીય ખેલાડી બેન સ્ટોક્સે 20 ઓવર ફેંકી અને કરુણ નાયર અને નીતિશ કુમાર રેડ્ડીની મહત્ત્વપૂર્ણ વિકેટો લીધી, જેના કારણે ભારતને લીડ મેળવવામાં રોકી દેવામાં આવ્યું. પ્રવાસી ટીમ ભારત ઇંગ્લૅન્ડના પ્રથમ ઇનિંગના કુલ સ્કોર જેટલા જ સ્કોર પર આઉટ થઈ ગઈ જે 387 હતો.

અહીં જુઓ વાયરલ વીડિયો

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પરની પિચ પર બેન સ્ટોક્સ અને કંપનીને મુશ્કેલ કાર્યનો સામનો કરવો પડે છે. આ દરમિયાન, સ્ટોક્સના ખેલાડીઓને લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુશ્કેલ કાર્યનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેઓ ચોથી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા માટે શક્ય તેટલો પડકારજનક લક્ષ્ય નક્કી કરવાની અપેક્ષા રાખી છે. ત્રીજા દિવસની છેલ્લી ઓવરમાં કેટલાક ઉગ્ર દ્રશ્યો જોવા મળ્યા, જેમાં મુલાકાતી કૅપ્ટન શુભમન ગિલ ઝૅક ક્રોલી અને બેન ડકેટના ચહેરા પર બૉલ ફેંકી દીધો અને તેમના પર સમય બગાડવાનો આરોપ લગાવ્યો.

સમયની મર્યાદાને કારણે, ભારત ફક્ત એક જ ઓવર નાખી શક્યું કારણ કે ઇંગ્લૅન્ડ બે રનની લીડ સાથે મેદાન છોડી ગયું હતું. તેમ છતાં, પ્રવાસી ટીમે પહેલાથી જ બેન ડકેટને આઉટ કરી દીધો છે. મોહમ્મદ સિરાજે નોટિંગહામશાયરના ઓપનરને 12 બૉલમાં 12 રન બનાવીને આઉટ કર્યો.

ચોથા દિવસના બીજા સેશન સુધી શું થયું?

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટૅસ્ટ મૅચનો આજે ચોથો દિવસ છે. ચોથા દિવસના બીજા સેશન દરમિયાન ઇંગ્લૅન્ડે બીજી ઇનિંગમાં 34 ઓવરમાં ચાર વિકેટ ગુમાવતાં 129 રન ફટકાર્યા હતા. પહેલી ઇનિંગમાં ઇંગ્લૅન્ડે 387 રનની લીડ ભારતને આપી હતી, જોકે ભારત પણ 387 રન પર ઓલ આઉટ થઈ ગયું હતું, જેથી ઇંગ્લૅન્ડને 0 રનની લીડ મળી હવે જેટલા રન ઇંગ્લૅન્ડ ફટકારશે તે ભારત માટે ટાર્ગેટ હશે. પરંતુ આવતી કાલે મૅચંઑ છેલ્લો દિવસ છે, જેથી શું ભારત આજે ઇંગ્લૅન્ડને આઉટ કરી શકશે કે નહીં અને જો ઇંગ્લૅન્ડ પાંચમાં દિવસ સુધી રમી જાય, તો શું ભારત એક જ દિવસમાં ટાર્ગેટ ચેસ કરી શકશે કે નથી તેના પર બધાની નજર છે.

england indian cricket team viral videos ravi shastri cricket news sports news test cricket